અમદાવાદની બે કિશોરીઓએ ભારતનું નામ કર્યું રોશન, જાણો એક ક્લિકથી - Sandesh
 • Home
 • Sports
 • અમદાવાદની બે કિશોરીઓએ ભારતનું નામ કર્યું રોશન, જાણો એક ક્લિકથી

અમદાવાદની બે કિશોરીઓએ ભારતનું નામ કર્યું રોશન, જાણો એક ક્લિકથી

 | 3:30 pm IST

અમદાવાદ શહેરની એક જ પરિવારની બે દિકરો કે જેમણે તુર્કિમાં રમાયેલ ટેનિસ વર્લ્ડ સ્કૂલ ગેમમાં ઝળકી દેશને બે મેડલ અપાવ્યા છે. જેમાં વૈદેહીએ ગોલ્ડ મેડલ મેળવી અંડર 16 મહિલા પ્લેયરમાં દેશમાં પ્રથમ સ્થાને પહોંચી છે. જ્યારે તેની બહેન ઋત્વી પ્રથમ વખત દેશનું પ્રતિનિધિત્વ કરી ટેનિસમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો..

અમદાવાદમાં રહેતા ચૌધરી પરીવારની બે દિકરોએ કે જેમણે પિતાના માર્ગ દર્શન હેઠળ રમત-ગમત ક્ષેત્રમાં કઠીન મહેનત કરી સમાજ જ નહીં પણ દેશનું નામ રોશન કર્યું છે.  વૈદેહી ચોધરી અને ઋત્વી ચૌધરી કે જે એક જ પરીવારની બહેનો છે. જેમણે 2010 ના વર્ષમાં પિતા ના માર્ગ દર્શનથી ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. પહેલે થી જ પિતાના પીઠબળના કારણે બન્ને બહેનોની મહેનત છ વર્ષે રંગ લાવી હતી. આજે વિશ્વ કક્ષાએ ટેનિસમાં ઝળકી ટેનિસમાં વૈદેહિએ ઈન્ડીવિઝ્યુઅલમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જ્યારે ઋત્વી ચોધરીએ બહેનની મદદથી ટીમ ગેમમાં બ્રોન્જ મેડલ મળવ્યો હતો. તો આવો જાણીએ બન્ને બહેનો ની છ વર્ષની ટેનિસ સફરમાં કેટલી સીધ્ધીઓ હાંસલ કરી છે.

વૈદેહી ચોધરી  16 વર્ષ

 • 2010થી ટેનિસ રમવાની શરૂવાત
 • ઓલ ઈન્ડીયા રેન્ક એઆઈટીએમાં અંડર 16 મહિલામાં પ્રથમ
 • ગુજરાત માં રેન્ક અંડર 16મહિલા માં પ્રથમ
 • ઓલ ઈન્ડીયા રેન્ક 6 અંડર 16 મહિલા
 • પ્રથમ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો તુર્કી વિશ્વ સ્કુલ ગેમમાં
 • નેશનલમાં 4 ગોલ્ડ મેડલ
 • 35 ટાઈટલ નેશનલમાં હાંસલ કર્યા

ઋત્વી ચોધરી 16 વર્ષ

 • 2010થી ટેનિસમાં રમવાની શરૂઆત
 • પ્રથમ વખત મેળવ્યો વિશ્વ સ્કુલ ગેમમાં બ્રોન્જ મેડલ
 • 2 ગોલ્ડ મેડલ નેશનલમાં
 • સરદાર પટેલ જુનિયર એવોર્ડ વિજેતા