અમદાવાદમાં કોરોનાથી 3412 મોત, સહાય મેળવવા 3600 ફોર્મ ભરાયા   - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં કોરોનાથી 3412 મોત, સહાય મેળવવા 3600 ફોર્મ ભરાયા  

અમદાવાદમાં કોરોનાથી 3412 મોત, સહાય મેળવવા 3600 ફોર્મ ભરાયા  

 | 4:21 am IST
  • Share

  • રાજકોટમાં 458નાં મોત સામે 1350 ફોર્મ લઈ જવાયા 

  • સુરતમાં 2116 મોત છતાં સહાયનું એક પણ ફોર્મ ન ભરાયું 

  • અમદાવાદમાં 7.5 લાખને સેકન્ડ ડોઝ બાકી : રસીકરણ સઘન બનાવાશે

 

કોરોના વાઈરસને કારણે મૃત્યુ થયુ હોય તેવા લોકોના પરિવારજનોને સહાય આપવાની સરકારની જાહેરાત થયા બાદ રાજ્યભરમાંથી નાગરીકો મોટી સંખ્યામાં સહાય ફોર્મ લઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાથી 3412 લોકોના મોત સામે સહાય માટે 3600થી વધુ ફોર્મ ભરાયા છે. આૃર્યની વાત એ છે કે સુરતમાં કોરોનાને કારણે 2116 નાગરીકોના મૃત્યુ થયા છત્તા હજુ સુધી એક પણ ફોર્મ નહી ભરાતા આૃર્ય સાથે સર્જાયુ છે.  

સૌરાષ્ટ્રના રાજકોટમાં જ કોરોનાથી 458 લોકોના મોત થયાહતા. જો કે કોરોનાથી મૃત્યુ થયુ હોય તેવા 350 પ્રમાણપત્ર અપાયા છે. જેની સામે કુલ 1350 સહાય ફોર્મ લઈ જવાયા છે.  

જ્યારે રાજકોટ જીલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના સંખ્યા 1351ની છે. જ્યારે સહાય માટે 350 ફોર્મ આવ્યા છે. આવતીકાલથી મામલતદાર કચેરી દ્વારા ફોર્મ સ્વીકારી સહાય આપવાની કાર્યવાહી શરૂ કરાશે.    ભાવનગરમા કોરોનાથી કુલ 298 લોકોના મૃત્યુ થયા છે. જ્યરે સહાય માટે 520થી વધુ ફોર્મ ભરાયા છે. આ જ રીતે કચ્છ જિલ્લામાં કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો ર8રનો છે અને સહાય માટે માત્ર 87 ફોર્મ ભરાયા છે.  દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોનાથી સત્તાવાર રીતે કુલ 2116 મોત નોંધાયા છે પરંતુ સહાય અંગે એકપણ ફોર્મ ભરાયું નથી   

મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લામાં 750 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયાનુ સરકારી ચોપડે નોંધાયુ છે. આવતી કાલે સાંજ સુધીમાં તમામ મૃતકોના પરિવારને સહાય ચૂકવી દેવાશે. જિલ્લા કલેક્ટર આર બી બારડે જણાવ્યુ હતુ કે ત્યારબાદ પણ જો કોઈ ફોર્મ આવશે તો તેની ચકાસણી કરીને સહાય ચૂકવવાનો નિર્ણય લેવાશે. છોટાઉદેપુરમાં 36 વ્યક્તિને સહાય ચૂકવવાની કામગીરી શરૂ કરાઇ છે. નર્મદામાં 104 ફોર્મનુ વિતરણ થયું છે. 

શહેરમાં કોરોનાના રોગચાળાને વકરતો અટકાવવા અને આ રોગચાળા સામે નાગરિકોને રક્ષણ પૂરૂં પાડવાની નેમ સાથે છસ્ઝ્ર દ્વારા  કોવિડ-19 વેક્સીનેશન ઝૂંબેશ સઘન બનાવાશે. શહેરની કુલ વસ્તીને લગભગ 70 ટકા લોકોએ વેક્સીન લીધી છે અને મોટાભાગના શહેરીજનોએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. અંદાજે 7 લાખ, 50 હજાર લોકોને કોવિડ-19 વેકસીનનો સેકન્ડ ડોઝ લેવાનો બાકી છે અને તેમનો સંપર્ક કરીને આ નાગરિકોને આ વેક્સીન આપવા માટે પગલાં લેવામાં  આવી રહ્યા છે. મ્યુનિ. કચેરીઓ, હોટલો, રેસ્ટોરેન્ટ, કાંકરિયા પરિસર, વગેરે સ્થળે વેક્સીનેશન અંગેનો પુરાવાની ચકાસણી કરવામાં આવે છે.

ટેક્સ વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં વેક્સિન લીધા અંગેની ચકાસણી કરવામાં આવે છે. ટેક્સ વિભાગ દ્વારા 250 બેન્કોમાં 2516 લોકોની ચકાસણી કરાઈ હતી તેમાંથી 2331 લોકો સંપૂર્ણ વેક્સિન લીધા હોવાનું જોવા  મળ્યા હતા. 185ને સેકન્ડ ડોઝ લેવાનો બાકી હોવાનું જોવા મળ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો