અમદાવાદ જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો

અમદાવાદ જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો

 | 3:10 am IST

 ધોળકા, વિરમગામ, ધંધુકા, બાવળા, રાણપુર, બરવાળા, તા. ર૦

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળાગામના દલિત યુવાનોને બે રહેમી પુર્વક મારવાના બનાવના ધોળકામાં પણ તેના પ્રત્યાઘાતો પડયા હતા. રાષ્ટ્રીય દલિત મહાસંગ સહિત અન્ય સંગઠનોએ ગુજરાત બંધના એલાનને સમર્થન આપતા તેના ભાગ રૂપે ધોળકા નગર અને તાલુકામાં બંધના કાર્યક્રમને સફળ બનાવવા દલિત યુવાનોએ બજારો બંધ કરાવતા વહેપારીઓએ પણ બંધના એલાન સફળ બનાવતા ધોળકા સજ્જડ બંધ રહ્યુ હતુ. આવતી કાલે ગુરૂવારે મૌન રેલીનું આયોજન કરાયુ છે. અને સમઢીયાળામાં ઘટેલ ઘટના સંદર્ભે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવનાર છે. જ્યાર ે ધંધુકામાં બંધ સાવ નિષ્ફળ રહયો હતો.નગરમાં તમામ ધંધા રોજગાર અને શાળા કોલેજો રાબેતા મુજબ ચાલુ રહયા હતા. અને જિલ્લાના વિરમગામમા પણ બંધ નિષ્ફળ રહ્યો હતો.

(ઉના દલિત ૫ર હુમલાના પડઘા આજે સમગ્ર ગુજરાતમાં પડયા હતા. આજે સવારથી જ દલિત યુવકો ધોળકાના તમામ બજારો કલિકુંડ અલકા રોડ, બસસ્ટેન્ડ રોડ, મલાવ રોડ, મઘીયા વિસ્તારોમાં ફર્યા હતા. અને દુકાનો બંધ કરાવી હતી. દલિત સમાજની લાગણીને માન આપી વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી સાથ સહકાર આપ્યો હતો. ધોળકા એસ.ટી.ડેપોમાં દલિતોનું ટોળુ ઘુસી જતા ડેપો મેનેજરે સુરક્ષાના કારણોસર એસ.ટી. બસો બંધ કરી દેતા મુસાફરો અટવાયા હતા. ખાનગી વાહનોવાળાઓને પણ દલિતોએ સમજાવતા તેમણે પણ વાહનો દોડાવ્યા ન હતા. કલિકુંડ હાઈવે પર ટોળાએ વાહનો રોકી ચક્કાજામ કરવાનો પ્રયત્ન કરેલો પરંતુ પોલીસની દરમ્યાનગીરીથી મામલો થાળે પડેલ અને વાહન વ્યવહાર ચાલુ રાખવા દેવામાં આવેલો દિવસ દરમ્યાન ધોળકા નગર અને તાલુકો જડબેસલાક શાંતિ પુર્વક બંધ રહેવા પામેલ કોઈ અપ્રિય ઘટના ના બનતા પોલીસને રાહત થઈ હતી. ધોળકા ના.પો.અધિ. એચ.જી.પરમાર અને ધોળકા ટાઉન પી.આઈ. કે.વી.દાફડા તથા પોલીસ સ્ટાફે દિવસ દરમિયાન ઘનિષ્ઠ પેટ્રોલિંગ  કરેલ. દરમિયાન તા. ર૧ના એટલે કે આજે  સમસ્ત દલિત સમાજ ધોળકા દ્વારા ધિક્કાર મૌન રેલી સુરભી સોસાયટીથી કાઢવામાં આવશે જે કલિકુંડ સર્કલ, સંતોકબા હોસ્પિટલ, સોનારકુઈ, બારકોઠા, રેનવાડા, બુરૂઝરોડ, ટાવર બજાર, મદાર ઓટા, લોધીના લીમડાથી મામલતદાર કચેરી પહોંચી આવેદન પત્ર પાઠવવામાં આવશે ધોળકા આજે બંધના એલાન દરમિયાન શાળા કોલેજો પણ બંધ રહી હતી.

ધંધુકામાં બંધ સાવ નિષ્ફળ રહયો

ગુજરાત ભરમાં આજે અપાયેલા બંધના પગલે ધંધુકામાં બંધ સાવ નિષ્ફળ રહયો હતો.નગરમાં તમામ ધંધા રોજગાર અને શાળા કોલેજો રાબેતા મુજબ ચાલુ રહયા હતા.પરંતુ તાલુકાના સમગ્ર દલીત સમાજ દરા આંબેડકરની પ્રતિમા પાસેથી એક મૌન રેલી યોજવામાં આવી હતી.જે રેલી સંત પુનિત ચોક થી મુખ્ય ચાર રસ્તા થઇને પરત મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી જેમા જયભીમ અને દલીતો સાથે થયેલા અન્યાય સામે ન્યાયની માંગ કરતા સુત્રો સાથેના બનેરો લઇને મોટી સંખ્યામાં દલીતો જોડાયા હતા.મામલતદાર કચેરી ખાતે ઇન્ચાર્જ મામલતદાર બી.પી.પરમારે આવેદનપત્ર સ્વીકાર્યુ હતુ. રેલીને લઇ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

ધોળકા પાલિકા, શાળા-કોલેજો બંધ કરાવી

ધોળકામાં દલિત યુવાનોએ ધોળકા નગરપાલિકા સહિત શાળા કોલેજો પણ બંધ કરાવી હતી. ગ્રામ્ય વિસ્તારો, આંબારેલી, સીંધરેજ, સહિતના અનેક ગામડાઓના હાઈવે માર્ગો ઉપર ચક્કાજામના દ્રશ્યો ખડકાયા હતા. ગામડાઓમાં પણ તમામ સમાજના વહેપારીઓએ બંધના એલાનને સહકાર આપી બંધના કાર્યક્રમને શાંતિ પુર્વક સફળ બનાવ્યો હતો. ધોળકા કલિકુંડ, મઘિયા વિસ્તાર, ખારાકુવા વિસ્તાર, ગધેમાર, મેનાબેન ટાવર વિસ્તાર જુના બસસ્ટેન્ડ વિસ્તાર સહિતના વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી.

એસટી તંત્ર દ્વારા બસો બંધ કરી દેવાઈ

ધોળકા એસ.ટી. ડેપોની બસોજે અમદાવાદ કે ગ્રામ્ય વિસ્તારોમાં જતી આવતી બસોને નુકશાન ના થાય તથા કોઈ અઘટીત ઘટના ના બને તે માટે ધોળકા એેસ.ટી.ડેપો દ્વારા વિવિધ રૂટોની બસો બંધ કરાવી દીધી હતી. જેથી ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા જતા તથા અમદાવાદ તરફથી આવતી જતા તથા સૌરાષ્ટ્ર અને ચલોતર તરફ આવતા જતા મુસાફરો રઝળી પડયા હતા. આમ ધોળકા એસ.ટી. ડેપોમાં મુસાફરો રઝળી પડયા હતા. મોટા ભાગના મુસાફરોએ ખાનગી વાહનોમાં મોં માગ્યા ભાડા આપી મુસાફરી કરવાનો વારો આવ્યો હતો.

માંડલ

માંડલ તાલુકાના દલિત આગેવાનો દ્વારા માંડલ ઔનગરના બજારો બંધ કરાવવવામાં આવ્યાં હતા. દલિત આગેવાનો દ્વારા માંડલના  વેપારીઓને દુકાનો,ઓફિસો, બંધ કરવા માટે અપીલ કરી હતી. જે અંતર્ગત માંડલના વેપારીઓએ દુકાનો સ્વેચ્છાએ બંધ કરી દીધી હતી.

વિરમગામ

વિરમગામ ખાતે બંધ એલાનની કોઈ જ અસર જોવા મળી ન હતી. સવારથી જ શાળા કોલેજો સહિત વેપાર રોજગાર રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા અને જનજીવન ધબકતું રહ્યું હતું. જો કે વિરમગામ શહેરમાં વસતા દલિત સમાજમાંથી કેટલાક યુવાનોએ કોઠારીબાગ પોલીસ ચોકી, એસ.ટી. સ્ટેન્ડ નજીકમાં શહેરમાં બંધ પાળવા અપીલ માટે એકત્ર બન્યા હતા પરંતુ તેમના જ આગેવાનોએ સમજ આપતા પાછા વળી ગયા હતા. માહિતી મુજબ આગામી દિવસમાં એક રેલી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે

રાણપુર

રાણપુરના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખેલ છે.ઔખાનગી તથા સરકારી શાળાના વિદ્યાર્થીઓને પણ ખાનગી તથા સરકારી શાળાના વિદ્યાર્થીઓને પણ રજા આપી દેવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોમાં આવો સજ્જડ બંધ રાણપુર વાસીઓએ જોયેલ નથી.

બરવાળા

બરવાળા અને રાણપુરના મુખ્ય બજારમાં ફરી વેપારીઓને પોતાના વેપાર-ધંધા બંધ રાખી આ અત્યાચાર વિરોધના આંદોલનને સમર્થન આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આગેવાનોના અનુરોધને સ્વીકારી બરવાળા તેમજ રાણપુર રોડ ઉપરથી પસાર થતી તમામ એસ.ટી. બસોના પૈડા ડેપોમાં થંભાવી દેવામાં આવ્યા હતા. તેમજ તમામ શાળા અને કોલેજો આઈ.ટી.આઈ.માં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું.