અમદાવાદ શહેરમાં માત્ર બે દિવસમાં જ તાપમાનનો પારો 7 ડિગ્રી ગગડયો - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ શહેરમાં માત્ર બે દિવસમાં જ તાપમાનનો પારો 7 ડિગ્રી ગગડયો

અમદાવાદ શહેરમાં માત્ર બે દિવસમાં જ તાપમાનનો પારો 7 ડિગ્રી ગગડયો

 | 4:19 am IST
  • Share

લઘુતમ તાપમાન ગગડતાં બફારો ઓછો થયો, ઠંડીનો ચમકારો અનુભવાયો

સોમવારે લઘુતમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું જે ઘટીને 16 ડિગ્રી થયું

કમોસમા વરસાદના વિરામ બાદ ગુજરાતમાં અચાનક ભર શિયાળે ઉનાળા જેવો માહોલ બની ગયો હતો. માત્ર એક અઠવાડીયામાં ગુજરાતના નાગરિકોને શિયાળો, ઉનાળો અને ચોમાસુ સિઝનનો અનુભવ થઈ ગયો હતો. વરસાદ બાદ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી વધુ નોંધાવા લાગ્યુ હતુ. હવે રાજ્યનું તાપમાન ગગડતાં ઉકળાટ ઓછો થયો છે અને ફરી શિયાળાની ઠંડીનું ચમકારો અનુભવાયો છે. અમદાવાદ શહેરમાં માત્ર બે દિવસમા જ લઘુત્તમ તાપમાનનો પારો 7 ડિગ્રી ગગડયો છે. સોમવારે શ હેરનું લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયુ હતુ જે આજે ઘટીને માત્ર 16 ડિગ્રી નોંધાયુ છે. શહેરનુ મહત્તમ તાપમાન પણ 35 ડિગ્રીથી ઘટીને 33.5 ડિગ્રી થઈ ગયું છે.

હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા આંકડા પ્રમાણે, કચ્છનું નલિયા 10.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે. નલિયામાં પણ તાપમાન 18 ડિગ્રી સુધી પહોચી ગયું હતુ. આમ પ્રથમ વરસાદ, ત્યાર બાદ સતત ત્રણચાર દિવસ સુધી ઉકળાટ અને બફારાથી લોકો તોબાહ પોકારી ઉઠયાં હતા. જોકે હવે ફરી ઠંડીનું ચમકારો શરૂ થયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો