અમને કોઈએ ઘેરાવો કર્યાે નથી, પાણી ચોખ્ખું જ છે ઃ કોર્પાેરેટર - Sandesh
  • Home
  • Baroda
  • અમને કોઈએ ઘેરાવો કર્યાે નથી, પાણી ચોખ્ખું જ છે ઃ કોર્પાેરેટર

અમને કોઈએ ઘેરાવો કર્યાે નથી, પાણી ચોખ્ખું જ છે ઃ કોર્પાેરેટર

 | 12:10 am IST

વડોદરા, તા.૨૨ 

શહેરના માંજલપુર ગામમાં પીવાનું પાણી ડહોળુ આવતાં રોષે ભરાયેલા રહીશોએ વોર્ડ નં.૧૮ના ભાજપના ત્રણ કોર્પાેરેટરોને ઉગ્ર રજૂઆતો કરી હતી અને ઘેરાવો કર્યાે પછી તેમને ગામમાં ફેરવ્યા હતા. જો કે કોર્પાેરેટરોએ અધિકારીઓને બોલાવી લેતાં પાણીની ક્લોવીટીમાં સુધારો થયો હતો.  

  • અધિકારીઓને બોલાવાતા પાણીની ડહોળાશમાં સુધારો થયો

માંજલપુર ગામમા છેલ્લાં ૧૫ દિવસથી ડહોળું પાણી આવતાં રહીશોએ આમ આદમી પાર્ટીની આગેવાનીમાં કોર્પાેરેેેશને મોરચો માંડવાની તૈયારીઓ કરી લીધી હતી. તે વાતની જાણ થતા ભાજપના કોર્પાેરેટર કલ્પેશ પટેલ, શકુંતલાબેન શિંદે અને દર્ગીબેન દવે સાંજે ૪ઃ૩૦ કલાકે ગામમાં ગયા હતા. ત્યાં લોકેાએ ઉગ્ર રજૂઆતો કરી હતી. જોતાજોતામાં લોકોએ ત્રણેય કોર્પાેરેટરોને ઘેરો ઘાલ્યો હતો. તે પછી ઘરે ઘરે ડહોળંુ પાણી આવતું હોવાનું બતાવવા ગામમાં ફેરવ્યાં હતાં. કોર્પાેરેટરોએ અધિકારીઓને સ્થળ પર બોલાવીને કામગીરી કરાવી હતી. તે પછી પાણીની ડહોળાશ ઓછી થઈ હતી, તેવું સૂત્રોએ કહ્યું હતું.