અમરેલીની પોલીટેકનિક કોલેજમાં કસરત માટે આવતા દર્દીઓને દમદાટી - Sandesh
 • Home
 • Jamnagar
 • અમરેલીની પોલીટેકનિક કોલેજમાં કસરત માટે આવતા દર્દીઓને દમદાટી

અમરેલીની પોલીટેકનિક કોલેજમાં કસરત માટે આવતા દર્દીઓને દમદાટી

 | 12:20 am IST

 • સબંધિત વિભાગને કરાયેલી રજૂઆત
 • કર્મચારીઓની મનમાની ઃ માયાળુ સ્ટાફ મૂકવા માગણી
  અમરેલી : અમરેલીની પોલીટેકનિક કાલેજમાં કસરત કરવા માટે આવતા દર્દીઓ સાથે સ્થાનિક કર્મચારીઓ દ્વારા દમદાટી ભર્યો વ્યવહાર કરવામાં આવતો હોવાના મુદ્દે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને આ મુદ્દે ઊચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.
  આ અંગે અમરેલીના એક બાળ દર્દીના વાલી દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, તેમના નાના બાળકને શરીરમાં વિકાસ ઓછ થયો હોવાથી તબીબો દ્વારા સૂચવવામાં આવેલી નિયમિત કસરત કરાવવા માટે અમરેલીની પોલીટેકનિક કૉલેજમાં સબંધિત વિભાગમાં નિયમિત જાય છે અને આ રીતે અહીં કસરત માટે સમગ્ર શહેરકમાંથી નાનાથી માંડીને મોટી ઉંમરના અનેક દર્દીઓ આવે છે.
  આ વિભાગ સંભાળતા મહિલા કર્મચારી દ્વારા તેમની સાથે વારંવાર ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે અને મન ફાવે તેવા જવાબો આપવામાં આવે છે. ત્યાં વેઈટીંગ રુમ બનાવવામાં આવેલો હોવા છતા ત્યાં બેઠેલા દર્દીઓ અને તેના વાલીઓને બળજબરીથી બહાર કાઢવામાં આવે છે. કોઈ કસરતની પદ્ધતિ બદલાવવા માટે પ્રિન્સીપાસ પાસે જાય તો મને પૂછયા વગર તેની પાસે કેમ ગયા હવે કસરત પણ તેમની પાસે જ કરજો તેમ કહીને બહાર કાઢી મૂકવામં આવે છે. આ પ્રકારની જોહુકમી અને દમદટી ભર્યા વ્યવહારના કારણે દર્દીઓ ત્રાહિમામ પોકારી ઊઠયા છે. કૉલેજના મૅનેજમેન્ટ દ્વારા આ કર્મચારીને અન્યત્ર હટાવીને અન્ય પ્રેમાળ સ્ટાફની તાત્કાલીક નિમણૂક કરવામાં આવે અને કૉલેજની પ્રતિષ્ઠાને થતું નુકસાન અટકાવવામાં આવે તેવી માગણી ઊઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન