અમરેલી પાલિકામાં તોડફોડ અંગે આઠ નગરસેવકો સામે પોલીસ ફરિયાદ - Sandesh
  • Home
  • Newspaper
  • અમરેલી પાલિકામાં તોડફોડ અંગે આઠ નગરસેવકો સામે પોલીસ ફરિયાદ

અમરેલી પાલિકામાં તોડફોડ અંગે આઠ નગરસેવકો સામે પોલીસ ફરિયાદ

 | 1:10 am IST

અમરેલી : અમરેલી નગરપાલિકામાં સામાન્યસભામાં બોલેલી બઘડાટી અંગે કોંગ્રેસ શાસિત પાલિકાના પ્રમુખે કોંગ્રેસના જ અને રાજ્યના વિપક્ષી નેતાના કૌટુંબિક ભાઈ સહિત આઠ નગરસેવકો સામે અમરેલીના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે અમરેલી નગરપાલિકાના પ્રમુખ જયંતિભાઈ રાણવાએ અમરેલી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આજે ૧૧ કલાકે અમરેલી નગરપાલિકા કચેરીમાં તેમના પ્રમુખપદે પ્રથમ વખત જ સામાન્યસભા યોજાઈ હતી. જેમાં તેમના જ પક્ષ કોંગ્રેસના સદસ્યો દ્વારા પ્રમુખને જાતી પ્રત્યે અપમાનિત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે અમરેલી પાલિકાના કોંગી સદસ્ય અને રાજ્યના વિરોધપક્ષના નેતાના કૌટુંબિક ભાઈ શરદ ધાનાણી સહિત અન્ય નગરસેવકો હંસાબેન જોષી, પતાંજલભાઈ કાબરીયા, ઈકબાલભાઈ બીલખીયા, માધવીબેન જોષી, ચંદ્રીકાબેન સોળીયા, પ્રકાશભાઈ લાખાણી અને નાનભાઈ બીલખીયા સામે ફરિયાદ નોંધાવતા ખળખળાટ મચી ગયો છે. કોંગ્રેસના પાલિકા પ્રમુખે કોંગ્રેસના જ ચૂંટાયેલા સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. જો કે સામાપક્ષે પ્રમુખ તરફી જૂથે ખુરશીઓ વડે હુમલો કરીને ઈજા પહોચાડી હોવાના મુદ્દે ચાર નગરસેવિકાઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી પરંતું તે અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.