અમેરિકામાં વાઘણને કોરોના થતાં જૂનાગઢના ઝૂમાં પ્રાણીઓ માટે ખાસ કોરેન્ટાઈન ઝોન - Sandesh
 • Home
 • Jamnagar
 • અમેરિકામાં વાઘણને કોરોના થતાં જૂનાગઢના ઝૂમાં પ્રાણીઓ માટે ખાસ કોરેન્ટાઈન ઝોન

અમેરિકામાં વાઘણને કોરોના થતાં જૂનાગઢના ઝૂમાં પ્રાણીઓ માટે ખાસ કોરેન્ટાઈન ઝોન

 | 7:00 am IST

 • જૂનાગઢ, રાજકોટમાં સ્ટાફ સિવાયનાને ઝૂમાં નો એન્ટ્રી
 • જૂનાગઢ,રાજકોટ,જૂનાગઢઃ હાલ જે રીતે ન્યુયોર્કમાં વાઘ, સિંહ સહિતના પ્રાણીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. તેને લઈને ભારતમાં આવેલા ઝુ માં પગલાં લેવા જણાવ્યું છે. જેના ભાગરૂપે સક્કરબાગ ઝુ માં પ્રાણીઓ માટે ખાસ કોરેન્ટાઈન ઝોન ઉભો કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રાણીઓમાં કોરોના સંક્રમણ જણાશે તો તેને પણ માણસની માફ્ક કોરેન્ટાઈન કરવામાં આવશે તેવી વ્યવસ્થા સક્કરબાગ ઝુ માં કરાઈ હોવાનું જણાવ્યું છે.
  કોરોના વાયરસના કહેરને ધ્યાને લઈ મહાપાલિકાએ પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પણ લોકડાઉનની સજ્જડ અમલવારી કરી છે. મુલાકાતીઓ માટે ઝૂ ના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર સ્ટાફને પ્રવેશ આપવામાં આવે છે અને તેઓએ પણ સૂચિત માર્ગદર્શિકાનું કડકાઈથી પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.
  અધિકારી સૂત્રોએ જણાવ્યું કે રાજકોટ ઝૂ માં કુલ ૪પ૧ જેટલા પ્રાણી-પશુ-પક્ષીઓ છે. ૧૮ એનિમલ કિપર, વેટરનરી ઓફિસર, આસીસ્ટન્સ સહિત ર૭નો સ્ટાફ છે. દરેકે ફરજ પર હાજર થતી વખતે અને જતી વખતે હાથોને બરાબર ડિસઈન્ફેકટ કરવા સહિત માર્ગદર્શિકાઓનું કડકાઈથી પાલન કરવાનું રહે છે. ઝૂ ખાતે રાખવામાં આવેલા પશુ, પ્રાણીઓ તથા પક્ષીઓના સ્વાસ્થ્યની રાઉન્ડ ધ કલોક તપાસ કરવામાં આવે છે.
 • વાઘ-સિંહો પર નજર રાખવા કેન્દ્રની સુચના
 • જૂનાગઢઃ ભારતીય ઝૂ ઓથોરીટી દ્વારા દેશના તમામ ઝૂ ને વાઘ અને સિંહો પર ખાસ વોચ રાખવા સૂચનાઓ આપી છે, જેમાં સક્કરબાગ ઝૂ અને ગીરમાં વસતા બિલાડીકુળના અને વાનરકુળના પ્રાણીઓ પર સ્ટાફ્ સતત ઓબ્ઝરવેશન રાખી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન