અમ્લપિત્ત (એસિડિટી)માં પિત્તવર્ધક આહારથી બચો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • અમ્લપિત્ત (એસિડિટી)માં પિત્તવર્ધક આહારથી બચો

અમ્લપિત્ત (એસિડિટી)માં પિત્તવર્ધક આહારથી બચો

 | 12:30 am IST
  • Share

 આયુર્વેદીય મતે પિત્ત બે પ્રકારનું હોય છે. એક પ્રાકૃત પિત્ત અને બીજું વિદગ્ધ પિત્ત. પ્રાકૃત પિત્તનો રસ-સ્વાદ તીખો અર્થાત્ ચટપટો હોય છે. વિદગ્ધ પિત્તનો સ્વાદ અમ્લ અથવા ખાટો હોય છે. અહીં વિદગ્ધનો અર્થ થાય બગડેલું.

પિત્તનો તીખો સ્વાદ આરોગ્યનું પ્રતીક છે અને તેનો ખાટો સ્વાદ એ રોગનું પ્રતીક છે. વિરુદ્ધ આહાર કરવાથી બગડેલા કે વિદાહી અને પિત્તને પ્રકુપિત કરનાર આહાર દ્રવ્યોનું અતિ સેવન કરવાથી પિત્ત દૂષિત અને કુપિત થઈ જાય છે અથવા તે કાચું-અપક્વ રહી જાય છે. જે રસ-સ્વાદમાં ખાટું હોય છે. પિત્ત જો પૂર્ણરૃપે પરિપક્વ થાય તો તે તીખા સ્વાદવાળું બને છે. તેને ઉત્તમ, સ્વસ્થ અથવા પ્રાકૃત પિત્ત કહેવામાં આવે છે. અમ્લપિત્તમાં જ્યારે પિત્તનો પ્રકોપ થાય ત્યારે ખાટા, કડવા અને તીખા ઓડકાર આવે છે અથવા આવા સ્વાદવાળી ઊલટીઓ થાય છે.

અમ્લપિત્તની બે પ્રકારની ગતિ માનવામાં આવે છે. એક ઉર્ધ્વગતિ અને બીજી અધોગતિ. ઉર્ધ્વગતિના અમ્લપિત્તમાં કફનો અનુબંધ હોય છે અને અધોગતિમાં વાયુનો અનુબંધ હોય છે. જ્યારે અમ્લપિત્તમાં પિત્તની સાથે કફનો અનુબંધ હોય છે ત્યારે સફેદ, લીલી, પીળી, કથ્થઈ કે લાલ રંગની ઊલટીઓ થાય છે. આમાંથી કથ્થઈ અને લાલ રંગની ઊલટીઓ અમ્લપિત્તની સાથે જઠર-હોજરીના અલ્સરની સૂચના આપે છે, જેનો તાબડતોબ ઉપચાર કરવો જરૃરી બને છે.

અમ્લપિત્તમાં ખાટી ઊલટીઓથી ઘણી વાર દાંત પણ અંબાઈ જાય છે. તો કોઈ વાર ખાધા-પીધા વગર પણ ખાટી અને કડવી ઊલટીઓ થાય છે. આ પ્રકારની ઊલટીઓ અને ઓડકારથી પેટની ઉપરના ભાગમાં, છાતીમાં અને છેક ગળા સુધી બળતરા થાય છે અને ખાધેલા આહારના ઉછાળા આવે છે. આ સાથે ઘણા દર્દીઓને માથાનો સખત દુખાવો થાય છે. માથાનો આવો દુખાવો ઊલટીઓ થયા પછી શાંત થઈ જાય છે.

ઉપચાર

દૃ અમ્લપિત્તના રોગીએ પિત્તશામક ઔષધોમાં અવિપત્તિકર ચૂર્ણ અડધીથી એક ચમચી, એક ગ્લાસ દૂધ સાથે દિવસમાં ત્રણ-ચાર વાર લેવું જોઈએ. મધરાતે જો ઊંઘ ઉડી જાય તો રાત્રે પણ લેવું જોઈએ.

દૃ સૂતશેખર રસની એક-એક ટેબ્લેટ સવારે, બપોરે અને રાત્રે લેવી અથવા લીલાવિલાસ રસની ટેબ્લેટ પણ આ રીતે લઈ શકાય.

દૃ દૂધ, સાકર, ઘી અને શતાવરી આ ચારે દ્રવ્યો પિત્તશામક છે. એટલે એક ગ્લાસ દૂધમાં એક ચમચી સાકર, એક ચમચી શતાવરી ચૂર્ણ અને બે ચમચી શુદ્ધ ઘી નાંખી સવારે અને રાત્રે પીવું જોઈએ.

દૃ આહારમાં પચવામાં હલકો, પ્રવાહી, શીતળ, તાજો અને સુપાચ્ય હોવો જોઈએ. તળેલી, તીખી, ખાટી, ખારી, વાસી, ગરમ પ્રકૃતિની તથા તીક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણોવાળી ચીજો ખાવી નહીં.

દૃ ટેન્શન, ઉજાગરા, એકટાણાં અને ઉપવાસથી બચવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન