અરેરેરે! સમય જતા પુરુષોની આ 5 વસ્તુઓ વાપરવા લાગી મહિલાઓ - Sandesh
  • Home
  • Lifestyle
  • અરેરેરે! સમય જતા પુરુષોની આ 5 વસ્તુઓ વાપરવા લાગી મહિલાઓ

અરેરેરે! સમય જતા પુરુષોની આ 5 વસ્તુઓ વાપરવા લાગી મહિલાઓ

 | 10:59 am IST

તમને આ વાત જાણીને ચોક્કસ નવાઇ લાગશે કે, લોન્ગ ડ્રેસ અને એસેસરીઝ પુરુષો માટે બનાવવામાં આવ્યા હતા. જો કે આ વાત તમને બે મિનિટ માટે સાચી નહિં લાગે પરંતુ આ વાત એકદમ સત્ય છે. જો કે આજે અમે તમને જણાવીશું કેટલીક એવી વસ્તુઓ કે જે બની છે પુરુષો માટે પરંતુ સમય જતા-જતા આ બધી વસ્તુઓનો ઉપયોગ મહિલાઓ કરવા લાગી છે.

1. સેનેટરી નેપકિન
ફ્રાન્સમાં એક યુદ્ધ દરમિયાન નર્સોએ સેનિટરી નેપકીન બનાવ્યા હતા, જો કે સૈનિકોના બ્લીડિંગને રોકવા માટે આ બનાવવામાં આવ્યા હતાં.

2. હાઇ હીલ
ફારસી આર્મીના યોદ્ધા ઘોડા પર ચઢવા માટે હાઇ હીલનો પ્રયોગ કરતા હતાં.

3. પિંક કલર
પિંક કલરને છેલ્લા કેટલાક સમયથી છોકરીઓનો રંગ માનવામાં આવે છે. 18મી સદી સુધી ગુલાબી રંગ, લાલ રંગનું એક રૂપ માનવમાં આવે છે, જેને યુદ્ધ સાથે જોડીને જોવામાં આવતો હતો.

4. ઇયરરિંગ
સૌથી પહેલા ઇયરરિંગ પર્સેપોલિસ, ફારસી પુરુષોએ પહેરી હતી. કહેવાય છે કે, ત્યાંના મહેલોમાં ફારસી સૌનિકોના કાનમાં સૌ પ્રથમ ઇયરરિંગ જોવા મળતી હતી.

5. થોન્ગ
આ સૌથી પહેલા પુરુષો દ્વારા પહેરાયું હતું. આનો પ્રયોગ પુરુષોના જનનાંગોની રક્ષા કરવા માટે, તેનો સપોર્ટ કરવા અથવા તેને છુપાવવા માટે કરવામાં આવતો હતો.