NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • અલંગ આવતાં તમામ જહાંજો પર મોબાઈલ સોફટવેર દ્વારા દેશી ચાંચીયાઓની બાજનજર

અલંગ આવતાં તમામ જહાંજો પર મોબાઈલ સોફટવેર દ્વારા દેશી ચાંચીયાઓની બાજનજર

 | 11:11 pm IST

(સંદેશ બ્યુરો) તળાજા, તા.૧૭

અલંગ-સોસિયા જહાંજવાડા ખાતે આવતા જહાંજ દરિયામાં અલંગથી દૂર હોય છે તેવા સમયે જહાંજની તમામ ગતિવિધીઓ પર કહેવાતા દેશી ચાંચિયાઓ અત્યાધુનિક ઉપકરણો, સોફ્ટવેરની મદદથી નજર રાખતા હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસે કર્યો છે. જે આવનારા દિવસોમાં દેશની દરીયાઈ સુરક્ષાને લઈને પણ ઉચ્ચ સુરક્ષા એજન્સીઓને અભ્યાસ સાથે કામ લાગે તેમ માનવામાં આવે છે. સાથે દરિયાની અંદર માછીમારી કરવા જતા દરિયાઈ ખેડૂતો બાબતે ફિશરીઝ ખાતાની જવાબદારી હોવા છતા દેશની સુરક્ષા ખાતર પણ ગંભીરતા સેવતા નથીની વિગતો સાંપડી રહી છે. ડેડ વેસલમાં ચોરી કરનાર ચાર આરોપીઓના પોલીસે રિમાંડ મેળવ્યા છે.

દસ દિવસ પહેલા અલંગ જહાજવાડા ખાતે અંતિમ સફરે આવતા ડેડ વેસલ પર ચઢીને મધદરીયે ચાર-પાંચ હોડીઓ સાથે દેશી ચાંચીયાઓએ રૃા.રપ લાખની કિંમતની ચિજ-વસ્તુઓની કરેલી ચોરી સંદર્ભે વિભાગીય પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, મરિન પોસઈ આર.એન.દવે, દાઠા, તળાજા સહીતની પોલીસે સધન તપાસ હાથ ધરી છે.

પોલીસે ચાર આરોપીઓ પરેશ ઉર્ફે સિંહકા વિનુભાઈ બારૈયા (રે.સરતાનપર) ચેતન વિનુભાઈ બારૈયા (રે.સરતાનપર), વિજય મનુભાઈ ભીલ (રે.સરતાનપર) તથા શૈલેષ ચોથાભાઈ ચૌહાણ (રે.રેલીયા) વાળાની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના કામે વપરાયેલ એક હોડી અને કેટલોક મુદ્દામાલ કબ્જે લીધો છે.

તપાસનીશ અધિકારી ભગીરથસિંહ જાડેજાએ આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો એવો કર્યો છે કે જે દેશી ચાંચિયાઓ ઝડપાયા છે તે લોકોના મોબાઈલ કબ્જે લીધા છે. જેમાં એવા આધુનિક સોફટવેર છે કે અલંગ યાર્ડ ખાતે આવતા કે જે જહાંજ દરિયામાં દૂર હોવા છતા કઈ પ્રકારનું જહાંજ છે, તેની સ્પીડ કેટલી છે, અત્યારે ક્યાંથી પસાર થઈ રહ્યુ છે તેવી તમામ બાબતો મોબાઈલથી સોફટવેરની મદદથી જાણી શકે છે. ચોરી કરવા માટે કહેવાતા દેશી ચાંચિયાઓ અલંગ વિસ્તાર, દરિયાનું લોકેશન મોબાઈલમાં સોફટવેરની મદદથી લેતાં હોય છે. પોલીસે ચારેય આરોપીઓના આજે તળાજા કોર્ટમાં રજૂ કરી અઢ્ઢી દિવસના રિમાંડ મેળવ્યા છે.

દેવા નામનો ચાંચિયો ડિપ્લોમા ઈજનેર છે !

તળાજા વિસ્તારના એક દેવા નામના શખસની પણ ગેંગ છે. જાણકાર સૂત્રોના કહેવા પ્રમાણે દેવો ડિપ્લોમાં ઈજનેર છે. તે કોમ્પ્યુટર, મોબાઈલ સોફટવેરનો માસ્ટર માઈન્ડ છે. ચોરેલો માલ ગમે ત્યાં છૂપાવી દે છે અને ચિપ્સ, મોબાઈલની મદદથી માલ શોધી પણ કાઢે છે.

;