અલગ અલગ ચેલેન્જિંગ રોલ કરવા માગે છે ટોમ હાર્ડી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • અલગ અલગ ચેલેન્જિંગ રોલ કરવા માગે છે ટોમ હાર્ડી

અલગ અલગ ચેલેન્જિંગ રોલ કરવા માગે છે ટોમ હાર્ડી

 | 3:00 am IST
  • Share

હોલિવૂડ એક્ટર ટોમ હાર્ડીની કરિયર દિલધડક રહી છે. મોડેલિંગથી થિયેટર, થિયેટરથી ટીવી અને ટીવીથી ફીચર ફિલ્મની તેની કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી રોમાંચક નથી. વર્ષ 2001માં તેણે હોલિવૂડમાં પગ મૂક્યો હતો, આ વર્ષે તાજેતરમાં જ તેની કરિયરનાં વીસ વર્ષ પૂરાં થયાં છે, આટલો સમય ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સારી રીતે પસાર થયો હોવાથી ટોમ તેના દર્શકો અને ભગવાનનો આભારી છે, તે કહે છે કે મારી મહેનત અને મારી નિયતિનો સાથ મને અહીં સુધી લઈ આવ્યો છે. તેની ફિલ્મ વેનમ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. કોરોનાકાળમાં રાહત થયા બાદ રજૂ થયેલી ફિલ્મમાં ઓપનિંગમાં સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ બની છે વેનમ. આ ફિલ્મમાં તેણે વેનમ અને પત્રકાર એડી બ્રોક એમ ડબલ રોલ પ્લે કર્યાં છે. લોકોને ટોમ વેનમમાં ખૂબ પસંદ આવી રહ્યો છે. ટોમ કહે છે કે મને ચેલેન્જિંગ રોલ કરવાની ભૂખ છે. મને તે કરવા ખૂબ ગમે છે. કહો કે મારા માટે આવા રોલ મહત્ત્વના હોય છે. હું સારું કામ કરું એ જ મારું અંતિમ લક્ષ્ય છે. તેથી હું કરિયરનાં વીસ વર્ષ પૂરાં થયાં પછી પણ ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે હું જ્યાં સુધી કામ કરું ત્યાં સુધી મને ચેલેન્જથી ભરેલું કામ જ કરવાની તક મળે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો