અલિપ્ત રહેવા કર્મનું ફળ પ્રભુને અર્પો - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • અલિપ્ત રહેવા કર્મનું ફળ પ્રભુને અર્પો

અલિપ્ત રહેવા કર્મનું ફળ પ્રભુને અર્પો

 | 12:41 am IST

બ્રહ્મણ્યાધાય કર્માણિ સડ્ગં ત્યક્ત્વા કરોતિ યઃ ।

લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવામ્ભસા ।।

અર્થ — જે મનુષ્ય આસક્તિ છોડી પોતાનાં કર્મ કરે છે અને તેનાં ફળ ભગવાનને અર્પણ કરે છે, તે જેમ કમળ પત્ર પાણીથી અલિપ્ત રહે છે તેમ કર્મદોષથી અલિપ્ત રહે છે.  

અહીં મુખ્યત્વે નીચે મુજબનો ઉપદેશ છે.

આસક્તિ રાખ્યા વિના કર્મ કરવું.  

કર્મનું ફળ ભગવાનને જ અર્પણ કરવું.  

અર્થાત્ કર્મના ફળની પોતાના માટે કોઈ અપેક્ષા રાખવી નહિ, જે ફળ આવશે તે ઈશ્વરને જ અર્પણ; કદાચ અહીં એવો ગૂઢ સંકેત પણ મળે છે કે મનુષ્ય જે કંઈ કર્મ કરે છે તે ઈશ્વરી સંકેતથી જ કરતો હોય છે તો તેનું ફળ પામવાની અપેક્ષા તેણે ન રાખવી જોઈએ, પરંતુ તે કર્મનું ફળ ઈશ્વરને અર્પણ કરવાનું રાખવું એટલે કે ઈશ્વર સમગ્ર જગત વિશ્વનો હોવાથી જગતને કે વિશ્વને સમાજને કર્મનું ફળ અર્પણ કરવું તેમ કહેવામાં આવેલું જણાય છે.  

જો તમે સ્વ માટે કર્મફળની અપેક્ષા નહિ રાખો તો તે કર્મ કોઈ દોષવાળું કે દોષયુક્ત હશે તો પણ તેનો કોઈ દોષ તમને લાગશે નહિ અને સરોવરમાં હોવા છતાં જેમ કમળનું ફૂલ જળથી અલિપ્ત રહી શકે છે તેમ તમે પણ સામાજિક પ્રાણી હોવા છતાં ય તમારા દૂષિત કર્મનો કોઈ જ દોષ તમને લાગશે નહિ.  

સારાંશ એટલો કે જે કાંઈ કર્મ કરીએ તે આસક્તિ કે મોહ માયા રાખ્યા વિના કરીએ. તેનું ફળ ઈશ્વરને અર્થાત સમગ્ર માનવજાતને અર્પણ કરવાની ભાવના કેળવીએ અને તેમ કરીએ તો તે જીવ કર્મના દોષથી હંમેશને માટે પેલા કમળપત્રની જેમ અલિપ્ત રહી શકશે. અસ્તુ.    

અનંત પટેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન