અલીખેરવા ગામના તળાવમાં મગરથી ફફડાટનું વાતાવરણ - Sandesh
  • Home
  • Baroda
  • અલીખેરવા ગામના તળાવમાં મગરથી ફફડાટનું વાતાવરણ

અલીખેરવા ગામના તળાવમાં મગરથી ફફડાટનું વાતાવરણ

 | 2:45 am IST

। બોડેલી ।

બોડેલીના અલીખેરવા ગામે આવેલા તળાવમાં મહાકાય મગર દેખા દેતા તળાવ કિનારાના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. વન વિભાગને આ અંગે જાણ કરાતા તળાવ કિનારે મગર પકડવાનું પાંજરૃ મુકવામાં આવ્યું છે. બે દિવસથી મુકાયેલા પાંજરામાં મરઘી પણ બાંધી રખાઇ છે. જેથી ખાવાની લાલચે મગર તળાવની બહાર નીકળે અને પાંજરામાં કેદ થાય તેની તંત્ર રાહ જોઇ બેઠું છે.

;