અ'વાદ: અમરાઇવાડીમાં પોલીસ પર પથ્થરમારો, મહિલાઓ રસ્તા પર ઉતરી, ટીયરગેસના સેલ છોડાયા - Sandesh
  • Home
  • Ahmedabad
  • અ’વાદ: અમરાઇવાડીમાં પોલીસ પર પથ્થરમારો, મહિલાઓ રસ્તા પર ઉતરી, ટીયરગેસના સેલ છોડાયા

અ’વાદ: અમરાઇવાડીમાં પોલીસ પર પથ્થરમારો, મહિલાઓ રસ્તા પર ઉતરી, ટીયરગેસના સેલ છોડાયા

 | 9:04 am IST

સમઢીયાળામાં દલિતો પરના અત્યાચાર અને આપઘાતનો પ્રયાસ કરતાં આખા રાજ્યમાં હોબાળો મચી ગયો હતો જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યાં છે. આજે દલિત આગેવાનો દ્વારા ગુજરાત બંધનું એલાન જાહેર કર્યું છે. ત્યારે અમદાવાદના કેટલાંક વિસ્તારમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે. અમદાવાદમાં બપોર બાદ કેટલાંક બનાવો બન્યા છે. તેમાં અમરાઇવાડીના સ્વસ્તિક ચાર રસ્તા નજીક ટોળેટોળા ઉતરી પડયા હતા અને પોલીસ-દેખાવકારો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. અમરાઈવાડીમાં ચક્કાજામ કરતાં લોકોને ખસેડાતાં મામલો બિચક્યો હતો. લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે  ટિયરગેસના બે સેલ છોડીને લાઠીચાર્જ કર્યો હતો.

-ગિરધરનગરમાં દલિત સમાજનું ટોળુ પેટ્રોલપંપ પર પહોંચ્યું અને લોકો દ્ગારા પેટ્રોલપંપ બંધ કરાવવાનો પ્રયાસ કરવામા આવ્યો.

-અમરાઈવાડીમાં લોકોએ પોલીલના વાહનો પર પથ્થરમારો કરતાં પોલીસે ટીયર ગેસના બે સેલ છોડ્યા

-દલિત સમાજના વિરોધ પ્રદર્શના પગલે એએમસીએ પોલીસ સાથે પરામર્શ કરીને નિર્ણય લીધો છે કે AMTS-BRTSની બધી બસોને બંધ કરવામાં આવશે.

-અમરાઈવાડી, ચાંદલોડીયામાં દલિત મહિલાઓ રસ્તા પર થાળી-વેલણ સાથે વિરોધ કરી રહી છે. હાટકેશ્વરથી અમરાઈવાડી માર્ગ પર અનેક જગ્યાએ પોલીસના કાફલાને ઉતારવામાં આવ્યો છે.– સરખેજમાં દેખાવો કરતા 20 લોકોની અટકાયત કરાઈ

– ચાંદલોડીયામાં દલિતો રસ્તા પર, મહિલાઓ થાળી-વેલણ સાથે જોડાઇ
– ગીરધરનગર બ્રિજ બંધ કરાયો, હાટકેશ્વર પાસે ટોળાએ મિલ્ક વાનના કાચ તોડ્યા
– વ્યાસવાડી, સીજી રોડ પર ટોળાએ દુકાનો બંધ કરાવી
– પથ્થમારાના પગલે 125 બસો ડાયવર્ટ કરાઇ, 28 બસોના રૂટ ટૂંકાવ્યા
– વિરોધ કરી રહેલા ‘આપ’ના 60 કાર્યકરોની અટકાયત
– સારંગપુર પાસે દેખાવો કરી રહેલા 76ની અટકાયત
– સૈજપુર વિસ્તારમાં ચક્કાજામ, ટોળાએ BRTS અને વહાનો રોક્યાં
– અમદાવાદની 138 નંબરની બસ પર શારદાબેન હોસ્પિટલ નજીક પથ્થરમારો
– અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું છે
– કલાપીનગરમાં ટોળાએ શાળાઓ, AMTSની બસો પણ બંધ કરાવવામાં આવી છે.
– જુનાવાડજ ચાર રસ્તા પાસે દલિત આગેવાન 10 વાગે જુનાવાડજ ચક્કાજામ કરી શકે છે.
– આજના ગુજરાત બંધને જન સંધર્ષ મંચ સાથે જોડાયેલા અમદાવાદ મહાનગર નિગમના સફાઈ કામદારો સમર્થનમાં. સફાઈ કામદર પોતાનું કામ આજે નહીં કરે અને રસ્તાઓ પર સફાઈ નહીં કરે.
-દાણીલીમડા, બહેરામપુરા સંપૂર્ણ બંધ
-શહેરકોટડા ડી સ્ટાફ ઓફિસની બહાર ટોળાએ ટાયર સળગાવ્યાં
-ચાંદખેડામાં લોકો રેલી બાદ રસ્તા પર જ બેસી ગયા,  મોટાભાગની દુકાનો બંધ
-કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ બંધમાં જોડાયા, કામગીરીથી અળગા
-મણિનગરથી દાણીલીમડા BRTS રૂટ બંધ કરવામાં આવ્યાં છે.
-બાપુનગર, જૂનાવાડજ  સહિતના મોટભાગના વિસ્તારોમાં ટોળાએ દુકાનો, બસો બંધ કરાવી.
-સરસપુર,બાપુનગર રોડ બંધ, અનિલ સ્ટાર્ચ રોડ,નૂતન મિલ રોડ બંધ કરાવાયો અને બસોનો રૂટ કાલુપુર સુધી ટુકાવાયો છે.
મિરઝાપુરમાંથી પસાર થતી તમામ AMTS બસને તંત્રએ ઈનકમ ટેક્સથી ડાયવર્ટ કરાવાઈ. AMTSની 11 રૂટની 50થી વધારે બસો ડાયવર્ટ કરવામાં આવી છે.
-અમદાવાદમાં પૂર્વ વિસ્તારની કેટલીક શાળાઓ બંધ કરાવવામાં આવી છે.
-ગીતામંદિર વિસ્તારમાં દુકાનો બંધ કરાવવામાં આવી.
-ચાંદખેડામાં સજ્જડ બંધ,દલિતોએ કાઢી જનાક્રોશ રેલી.
-અમદાવાદના સાળંગપુર વિસ્તારમાં દેખાવો કરી રહેલા 50 દલિતોની પોલીસે અટકાયત કરી.