અશાંત ધારો ઃ જૂના ભરૂચમાં વિધર્મીઓ દ્વારા મિલકતોની ખરીદી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • અશાંત ધારો ઃ જૂના ભરૂચમાં વિધર્મીઓ દ્વારા મિલકતોની ખરીદી

અશાંત ધારો ઃ જૂના ભરૂચમાં વિધર્મીઓ દ્વારા મિલકતોની ખરીદી

 | 3:21 am IST

ભરૂચમાં જલારામ બાપાનું મંદિર વેચવાના બેનરો લાગતા ઉત્તેજના હજીખાનામાં હિંદુઓએ મંદિરમકાનો વેચવાના બેનરો માર્યા  

 

ા વડોદરા ા

ભરૂચ શહેરમાં રવિવારે હજીખાના વિસ્તારમાં ભગવાનનું ઘર એવું મંદિર અને આ મકાન હિંદુનું છે જે વેચવાનું છે તેવા બેનરો લાગતા આશ્ચર્ય વચ્ચે તંત્ર પણ હેરાન થઈ ગયું છે. જુના ભરૂચના હાજીખાના વિસ્તારમાં મંદિર વેચવાનું છેના બેનર લાગ્યા છે. આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતા તેનો અમલ કરવામાં ન આવતા સ્થાનિક હિંદુઓએ બેનર લગાવી વિરોધ નોંધાવ્યો છે.  

રાજ્યના વિવિધ જિલ્લાઓના અમુક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે ત્યાંની મિલકત વેચાણ પર નિયંત્રણ આવી જાય છે. કલેકટરની પરવાનગી વગર મિલકત અન્ય કોમના રહીશને વેચી શકાતી નથી.  

જિલ્લા કલેકટરની જાણ બહાર મિલકત ટ્રાન્સફ્ર થઈ હોય તો તેમાં કલેકટર પોતાની રીતે તપાસ કરી મિલકત ટ્રાન્સફ્ર પર રોક મુકી તેના અસલ માલિકને સત્તા અપાવી શકે છે. આ કાયદો જ્યાં બે કોમો વચ્ચે તણાવ સર્જાતા હોઈ અને મિલકત ખરીદવેચાણને લઈને કોઈ કોમનું વર્ચસ્વ વધવા લાગે ત્યારે આ ધારો લાગુ કરવામાં આવતો હોઈ છે.  

ભરૂચમાં પણ મે ૨૦૧૯ માં ૪૦ થી વધુ વિસ્તારમાં પાંચ વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જે પૈકી હાજીખાના બજાર વિસ્તારમાં લાગુ કરાયેલ અશાંતધારાનો અમલ ન થતો હોવાના કારણે સ્થાનિકો હિંદુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતા મિલકત વિધર્મીઓને વેચી દેવામાં આવે છે. આથી તેઓએ પોતાના મકાન અને ભગવાનના ઘર એવા જલારામ બાપાના મંદિર પર વેચવાનું છે, એવા બેનર લગાવી વિરોધ વ્યક્ત કર્યો છે.  

જુના ભરૂચમાંથી કેટલાય હિંદુઓ હિજરત કરી ગયા છે ત્યારે અશાંત ધારાના કડક અમલ માટે તંત્ર અને સરકારનું ધ્યાન દોરવા હિંદુઓએ પોતાનામકાન અને મંદિરો પર તેને વેચવાના બોર્ડ લગાવી કાયદાનો અમલ કરાવવા અરજ કરી છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;