અસંખ્ય દર્દીઓનાં મોતની સાક્ષી રહેલી અને હજારો આત્માઓનો ગઢ ગણાતી વૈવરલે હિલ્સની ભૂતિયા હોસ્પિટલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • અસંખ્ય દર્દીઓનાં મોતની સાક્ષી રહેલી અને હજારો આત્માઓનો ગઢ ગણાતી વૈવરલે હિલ્સની ભૂતિયા હોસ્પિટલ

અસંખ્ય દર્દીઓનાં મોતની સાક્ષી રહેલી અને હજારો આત્માઓનો ગઢ ગણાતી વૈવરલે હિલ્સની ભૂતિયા હોસ્પિટલ

 | 3:00 am IST
  • Share

ખરેખર ભૂત જેવું કંઈ છે કે નહીં? આ પ્રશ્ન દરેકના મનમાં અવઢવ પેદા કરે છે. જેણે ભૂત જોયું કે અનુભવ્યું છે તે માને છે અને જેણે નથી જોયું તે માનવા તૈયાર નથી હોતા. આપણા સંસારમાં જ સૂક્ષ્મ રૂપે વિચરતી રૂહોનો સંસાર પણ વસે છે. દેશ-દુનિયામાં એવી ઘણી જગ્યાઓ આવેલી છે જ્યાં ભુતાવળ ભટકે છે એટલે કે તે જગ્યાને પ્રેત બાધિત માનવામાં આવે છે. ભારતમાં કેટલીક જગ્યાઓ છે જેને પ્રેત બાધિત માનવામાં આવે છે. જેમ કે, સુરતનો ડુમસ બીચ, ભાનગઢ, કુલધરા વગેરે. આ જ રીતે અમેરિકામાં પણ આવી ઘણી જગ્યાઓ છે જેમાંથી એક છે વૈવરલે હિલ્સની ઈમારત.

અમેરિકાના લુઈસવિલા શહેરમાં એક ખંડિયેર થઈ ચૂકેલી હોસ્પિટલ આવેલી છે. તે લોકોના ઈલાજ માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં જે ગયું જીવતું પાછું જ ન ફર્યું. ત્યાં દાખલ થયેલા હજારો દર્દીઓ મોતના ખપ્પરમાં હોમાઈ ગયા. આ હોસ્પિટલની ઈમારતને વૈવરલે હિલ્સના નામે ઓળખવામાં આવે છે. આ ઈમારત કેટલાંય સમયથી ચર્ચાનો વિષય રહી છે. વૈવરલે હિલ્સ પર ઈ.સ. 1883માં મેજર થોમસ એચ. હેઝ દ્વારા એક ઈમારત બનાવડાવવામાં આવી હતી. કહેવાય છે કે થોમસે પોતાની દીકરી માટે તેમાં એક પર્સનલ સ્કૂલ શરૂ કરી હતી અને લેસી લી હેરિસ નામની શિક્ષિકા દીકરીને ભણાવતી હતી. લેસી લી હેરિસ વૈવરલે નામની એક નવલકથા તે બાળકીને વારંવાર ભણાવતી હતી જે થોમસને બહુ પસંદ હતી. તેને કારણે જ તેમણે આ હિલ પરની આ ઈમારતનું નામ વૈવરલે હિલ્સ રાખ્યું હતું.

સમયની સાથે હેઝ પરિવાર ત્યાંથી જતો રહ્યો અને તે ઈમારત પડી રહી. આ ઈમારત તે ઘાટીમાં સૌથી મોટી હતી. તેથી ઈ.સ.1908માં આ ઈમારતમાં એક હોસ્પિટલ શરૂ કરવામાં આવી. આ જ અરસામાં અમેરિકામાં એક વિચિત્ર બીમારી ફેલાઈ હતી જેને તે સમયે સફેદ મોતના નામથી ઓળખવામાં આવતી હતી. આ બીમારી વાસ્તવમાં તપેદિક હતી. ઈ.સ. 1924માં વૈવરલે હિલ્સને આ બીમારી સામે લડવા માટે પસંદ કરવામાં આવ્યું. આ દરમિયાન હજારોની સંખ્યામાં તપેદિકના દર્દીઓને સારવાર માટે અહીં દાખલ કરવામાં આવ્યા. આ જગ્યા પસંદ કરવાનું એક ખાસ કારણ એ હતું કે ઊંચાઈ પર હોવાને કારણે અહીંનું વાતાવરણ દર્દીના સાજા થવા માટે એકદમ શ્રેષ્ઠ હતું. વળી, સૌથી સારી સુવિધા અહીં ઉપલબ્ધ હતી. મોતથી બચવા માટે રોજ હજારોની સંખ્યામાં દર્દીઓ અહીં દાખલ થવા લાગ્યા, પરંતુ મોતથી બચવા માટે અહીં આવેલા દર્દીઓમાંથી મોટાભાગના લોકો મોતના મુખમાં ધકેલાઈ જતા. આ જ દર્દીઓનાં કસમયના મૃત્યુને કારણે વૈવરલે હિલ્સ ભટકતી રૂહોનો અડ્ડો બની ગઈ. હોસ્પિટલમાં રોજ હજારોની સંખ્યામાં મૃત્યુ થવાને કારણે લાશોનો ઢગલો થઈ ગયો. આ લાશોને પરિવારજનો લઈ જવા નહોતા માંગતા, કારણ કે તેમના થકી આ બીમારીની ઝપેટમાં તેઓ આવવા નહોતા માંગતા, પરંતુ લાશોનું કરવું પણ શું? છેવટે હોસ્પિટલની પાછળના ભાગમાં એક સુરંગનું (કોલસાની ખાણ હોવાનું પણ કહેવાય છે) નિર્માણ કરવામાં આવ્યું. આ સુરંગમાં જ કફનમાં લપેટાયેલી લાશોને નાખી દેવામાં આવતી હતી. પરિણામે ત્યાં ભુતાવળ ભટકવા લાગી અને તેની ચીસો તે વખતથી લઈને આજ સુધી અનેક લોકોને સાંભળવા મળે છે. સુરંગ અને હોસ્પિટલ વચ્ચે 500 ફૂટ લાંબી દીવાલ હતી. એક તરફ જિંદગી સામે ઝઝૂમતા દર્દીઓ અને બીજી તરફ મોતની આગોશમાં સમાઈ ગયેલાં મડદાં હતાં.

વૈવરલે હિલ્સની આ ઈમારતમાં અનેક લોકોને ભૂતો-પ્રેત અને દોડીને દીવાલમાં સમાઈ જતાં પડછાયા ને આકૃતિઓ જોવા મળે છે. લોકો કહે છે કે જો આ સુરંગ નજીક કોઈ જાય તો હજુયે લોકોને લાશોની દુર્ગંધ અને અજાણ્યા ડર સાથે રૂબરૂ થવું પડે છે. આ ઈમારતની અંદર એક બાળક કે જેના હાથમાં દડો છે અને તેના ચહેરામાંથી લોહી ટપકી રહ્યું છે તેવું ઘણાં લોકોને જોવા મળ્યું છે.

નર્સનું ભૂત પણ  ભટકે છે અહીં

આ ઈમારતના પાંચમા માળ વિશે પણ ઘણી વાયકાઓ જાણીતી છે. પાંચમા માળનો રૂમ નંબર 502 આ ઈમારતની સૌથી ડરામણી અને ખોફનાક જગ્યા છે. કહેવાય છે કે જ્યારે આ હોસ્પિટલમાં સારવાર થતી હતી ત્યારે મેરી લી નામની એક નર્સે આ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેની ઉંમર 29 વર્ષ અને તે અપરિણીત હતી. કહેવાય છે કે તે પણ લોકોની સારવાર કરતા કરતા બીમારી થઈ હતી. ત્યારબાદથી કોઈ પણ આ રૂમમાં જતાં ગભરાતાં હતા અને તેના મૃત્યુના એક જ અઠવાડિયામાં તે રૂમમાં દાખલ કરવામાં આવેલા 29 દર્દીઓનાં મૃત્યુ થઈ ગયાં હતાં. ક્યારેક ક્યારેક અહીં બે નર્સો એકબીજા સાથે વાતચીત કરતી હોવાનો લોકોને અનુભવ થયો છે.

સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ ઈમારતમાં ભૂત હોવાની વાત અનેક વખત સાબિત થઈ છે. સ્થાનિક ઘોસ્ટ હન્ટર સોસાયટીએ પણ એક વાર તપાસ માટે ઈમારતમાં ઘણી જગ્યાએ કેમેરા લગાવ્યા હતા. તે કેમેરાનું રેર્કોિંડગ જોતા આ ઈમારતમાં અનેક જગ્યાએ રહસ્યમયી પ્રકાશ, ધુમાડો, ભયાનક પડછાયા વગેરે જોવા મળ્યું હતું.               

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો