અસામાન્ય ફળ આપતા સામાન્ય વસ્તુઓના પ્રયોગો - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • અસામાન્ય ફળ આપતા સામાન્ય વસ્તુઓના પ્રયોગો

અસામાન્ય ફળ આપતા સામાન્ય વસ્તુઓના પ્રયોગો

 | 12:30 am IST
  • Share

જ્યોતિષશાસ્ત્રમાં એવી કેટલીયે વસ્તુઓના પ્રયોગોનું વર્ણન છે જેનાથી વ્યક્તિ મનોવાંછિત ફળ મેળવી શકે છે, પોતાની મુશ્કેલી કે દુઃખને દૂર કરી શકે છે. આમાંથી મોટાભાગની વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ હોય છે. તેનો પ્રયોગ કરવા માટે કોઈ ખાસ વિધિ-વિધાન નથી, તે ખૂબ જ સરળ છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ તેનો પ્રયોગ કરી શકે છે. જાણીએ આવી શુભ વસ્તુઓ, તેના પ્રયોગ અને તેનાથી મળતા ફળ વિશે

હાથા જોડી  

હાથાજોડીનો પ્રયોગ લોકચાહના તથા લક્ષ્મી મેળવવા માટેનો છે. જેની પાસે હાથાજોડી હોય તે વ્યક્તિમાં ખૂબ જ આકર્ષણ શક્તિ વધી જાય છે. તેના પ્રયોગો આ પ્રમાણે છે.

હાથા જોડીને સિંદૂરમાં રાખી ૨૭ દાણા કાળા અડદ અને ૫ તુલસીના પાન સાથે રાખવાથી લોકો સાથેના સંબંધો સુધરે છે અને ફસાયેલી ઉઘરાણી પણ પરત આવે છે.

હાથા જોડી તંત્ર જગતમાં સર્વાધિક લોકપ્રિય સિદ્ધિદાયક ચીજવસ્તુ છે. દર મંગળવારે રાત્રે ૧૦ વાગ્યા પછી ભગવતી મહાકાળિની ર્મૂિત સામે હાથા જોડી રાખી ગૂગળના ધૂપથી દક્ષિણ કાલીના ૧૦૮ મંત્ર બોલવા માત્રથી ધનવાન થવાના યોગ ઊભા થાય છે. તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મીઠાંના ગાંગડા 

મીઠાના ગાંગડાને દુકાન, ફેકટરી કે કારખાનાની જગ્યાએ ગલ્લામાં, તિજોરીમાં કે પૈસા સાથે રાખવાથી તે નાણાંની વૃદ્ધિ કરે છે.

ઋણમાંથી મુક્તી મેળવવા મકર સંક્રાંતિના દિવસે સ્નેહી-સંબંધીને આર્િથક મદદ કરવી જોઈએ.

બાળકને કે કોઈને પણ વારંવાર નજર લાગી જતી હોય તો નજર ઊતારવા માટે મીઠાની સાથે રાઈને લઈ નજર લાગી હોય તેના માથા ઊપરથી ઉતારીને ચાર રસ્તે મૂક્વું જોઈએ.

સર્પની કાચલી

સર્પની કાચલી મળે તો તેને એક બાજોટ પર કાળું કપડું પાથરી તેની ઉપર સ્થાપના કરવી. દક્ષિણ દિશા બાજુ મુખ રાખીને કાળા આસન ઉપર બેસી દક્ષિણ કાલીના મંત્રથી અભિમંત્રિત કરીને રાખવાથી વેપારમાં વૃદ્ધિ થવા લાગે છે.

સર્પની કાચલીને ઊંબરાના જમણા ખૂણે દાટવાથી વેપાર-વ્યવસાયમાં પણ પ્રગતિ થાય છે.

દક્ષિણાવર્તી શંખ 

દક્ષિણાવર્તી એટલે કે જમણા શંખને લાલ કપડાં ઉપર રાખી તેમાં હળદરથી રંગેલા ચોખને ઁ શ્રીં સહોદરાય નમઃમંત્રથી ભરવા માત્રથી તકલીફો દૂર થાય છે, પૈસાની ક્યારેય અછત થતી નથી.

જમણા શંખમાં પાણી ભરીને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરીને ઘરમાં, વસ્તુ ઉપર કે વ્યક્તિ ઉપર છાંટવાથી નકારાત્મકતા દૂર થાય છે. સાથે તંત્ર-મંત્રના ખરાબ પ્રયોગની અસર દૂર થાય છે.

બેડરૃમના નૈઋત્ય ખૂણામાં જમણો શંખ રાખવાથી શાંતિનો અનુભવ થાય છે.

કમળકાકડીની માળા

દુકાનમાં કમળકાકડીની માળા ઉપર લક્ષ્મીજીનો ફોટો રાખીને પૂજન કરવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે.

જો તમારે ઝડપથી ધનવાન થવું હોય તો કમળકાકડીની માળાને લક્ષ્મીજીના ફોટાને પહેરાવી નદી કે તળાવમાં શુક્રવારે પધરાવવાથી ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે.

દર બુધવારે કમળકાકડીના બીજથી ૧૦૮ વખત યજ્ઞામાં આહુતિ આપવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે. 

જે વ્યક્તિ કમળકાકડીની માળા ગળામાં પહેરે છે તેના ઉપર લક્ષ્મીજી હંમેશાં પ્રસન્ન રહે છે.

અકીક

ધન સંબંધીત કોઈપણ તકલીફ હોય તો અકીકની માળાથી ઁ શ્રીં શ્રીં લક્ષ્મી પ્રિયાએ નમઃમંત્રના ૧૦૮ જાપ શુક્રવારની રાત્રે કરવા અને માળાને લક્ષ્મીજીના મંદિરમાં મૂક્વા માત્રથી તકલીફો દૂર થાય.

અટકેલા કામ પૂર્ણ ન થતા હોય તો ૧૧ અકીક પથ્થર લઈ કોઈપણ મંદિરમાં અર્પણ કરવા.

જે વ્યક્તિ ધનવાન બનવાના સપના જોતી હોય તેને ૨૭ અકીક પથ્થર ઉપર શ્રી યંત્રની સ્થાપના કરવી જોઈએ.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો