અહીં મહિલાઓ ઔવર્ષે વર્ષે વિધવા!   - Sandesh
1.6M
1M
1.7M
APPS

અહીં મહિલાઓ ઔવર્ષે વર્ષે વિધવા!  

 | 12:30 am IST
  • Share

 મહિલાઓ માટે શૃંગાર અલગ હોય છે. પતિ જીવિત હોય ત્યાં સુધી મહિલા શૃંગાર કરતી હોય છે. એ બાદ તે સફ્ેદ કપડાંથી જ જીવન ગુજારી લેતી હોય છે. ભલું થજો રાજા રામમોહન રાયનું કે તેમણે આપણે ત્યાં વિધવાનાં લગ્નનો રિવાજ શરૃ કર્યો છે, ત્યારથી આપણે ત્યાં વિધવાઓનાં પુનર્લગ્ન થાય છે. આપણે ત્યાં બાળલગ્નો થતાં એ સંજોગોમાં છોકરી સમજણી થાય એ પહેલાં જ વિધવા થઇ જાય ત્યારે તેનું જીવન કેવું વસમું થઇ જાય તેની તો કલ્પના કરી જુઓ. પરંતુ આપણે ત્યાં એક સમુદાય એવો પણ છે, જેમાં મહિલા દર વર્ષે વિધવા થતી હોય છે.હિલા પરણે એટલે સૌભાગ્યવતી ગણાય છે, પરંતુ પતિ મત્યુ પામે એટલે તેને વિધવા કહેવામાં આવે છે. હવે નવા યુગ સાથે વૈધવ્યના આકરા નિયમો પાળવામાં આવતા નથી. જીવન હોય તેને મૃત્યુ હોય જ છે. દાંપત્યજીવનમાં પત્ની કરતાં પતિ વહેલો મૃત્યુ પામે એટલે પત્ની વિધવા થતી હોય છે, પરંતુ તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે પતિ જીવિત હોય છતાં દર વર્ષે પત્નીને વિધવા થવાનો પણ રિવાજ હોય!

ઉત્તરપ્રદેશના પૂર્વ વિસ્તારમાં રહેતા ગછવાહા સમુદાયમાં આવો વિચિત્ર રિવાજ ચાલે છે. અહીં રોજગારીનું એક સાધન તાડી છે. તાડના વૃક્ષ પરથી તાડી ઉતારીને તે વેચીને રોજગારી મળતી હોય છે. તાડી એમ તો નશીલું પીણું છે, તેથી ગુજરાતમાં તો તાડી પણ પ્રતિબંધિત છે. હા, તેમાંથી બનતો નીરો સ્વાસ્થ્યવર્ધક હોવાને કારણે તેનું વેચાણ ખાદી ગ્રામોદ્યોગ હેઠળ થતું હોય છે. ગેરકાયદે પણ તાડીનું વેચાણ થતું હોય છે. અંગ્રેજોના શાસન દરમ્યાન આપણાં કાંઠા વિભાગમાં તાડીના પીઠા મોટા પાયે ચાલતા હતા.

તાડનું વૃક્ષ તમે જોયું હોય તો ઘણું જ ઊંચું હોય છે. આકાશ સાથે વાત કરતું હોય એમ એ ઊંચું હોય છે. એ ઉપરાંત તેના થડ ઉપર બીજી કોઇ ડાળી હોતી નથી. ટોચ પર જ તેને પાંદડાં હોય છે, ત્યાં જ તેનાં ફ્ળ પણ થતાં હોય છે. એ ઉપરાંત તાડી પણ એ ટોચના ભાગે જ છેદ કરીને કઢાતી હોય છે. તાડનું વૃક્ષ ઊંચું હોવા ઉપરાંત સીધું અને ડાળી વગરનું હોય છે, તેને કારણે તેના પર આંબા કે ચીકુનાં ઝાડ ઉપર આસાનીથી ડાળીઓ ઉપર ચઢીને ઊંચે જઇ શકાય છે, એ રીતે તાડ પર ચઢી શકાતું નથી. કમર ફ્રતે ટયુબ રાખી તેને તાડના થડ સાથે સરકી શકે એ રીતે બાંધવામાં આવે છે અને થડ પર ઠેકડા મારીને તાડના વૃક્ષ પર ઊંચે ચઢાતું હોય છે. ટયુબના સહારે બે પગના ટેકાથી ચઢાતું હોય છે. તાડ પર ચઢવાનું કામ સામાન્ય વ્યક્તિનું નથી. એ માટે ખાસ્સી તાલીમ જોઇએ. ઊંચે જતા પવન પણ ખૂબ લાગતો હોય છે, પવન વાતો હોય ત્યારે તાડનું વૃક્ષ હવા સાથે વાત કરતું હોય એમ ડોલતું હોય છે. તેને કારણે સમતોેલન રાખવું પણ એક સાહસ બની રહેતું હોય છે. આ સંજોગોમાં તાડ ઉપર ચઢી ત્યાં છેદ કરવો અને તાડી એકત્ર કરવા માટે માટલું બાંધવું અને પાછું બીજા દિવસે તાડી ભરાઈ જાય એટલે એ માટલું ઉતારવાનું કામ સરળ નથી. ઘણી વખત ઉપરથી પટકાવ એટલે રામ બોલો ભાઇ રામ થઇ જાય.

પરાપૂર્વના સમયથી જ વ્યવસાયિક જોખમને ધ્યાનમાં લઇને ગછવાહા સમુદાયમાં એક રિવાજ પડી ગયો હતો. ગછવાહા સમાજના પુરુષો તાડી ઉતારવા માટે પાંચ મહિના ઘરથી બહાર રહેતા હોય છે. તાડ પર ચઢવાનું જોખમી કામ તેઓ કરતાં હોવાને કારણે મોતને સાથે લઇને જ ફ્રતા હોય એમ કહી શકાય. આ પાંચ મહિના તેઓ ભગવાનને ભરોસે જ હોય એમ કહી શકાય. સ્વાભાવિક છે કે ભારતીય સંસ્કૃતિમાં પત્ની તેના પતિની લાંબી ઉંમર માટે કોઇ ને કોઇ વ્રત રાખતી હોય છે. જેમાં કરવા ચોથ કે વટસાવિત્રી પૂનમનો સમાવેશ કરી શકાય. ગછવાહા સમાજમાં પુરુષો જ્યારે જોખમી વ્યવસાય માટે પાંચ મહિના બહાર જાય છે, ત્યારે તેમની લાંબી આવરદા માટે તેમની પત્નીઓ પ્રાર્થના કરતી હોય છે. એ માટે તેઓ આ પાંચ મહિના વિધવા રૃપે રહેતી હોય છે.

સધવાનો તમામ શૃંગાર તેઓ કુળદેવીના મંદિરમાં ઉતારી આવતી હોય છે. ગછવાહા સમુદાયમાં તરકુલા દેવી કુળદેવી ગણાય છે. તરકુલા મંદિરમાં તે તમામ શૃંગાર ઉતારી આવતી હોય છે. પતિ પાંચ મહિના તાડી ઉતારવા જાય એ પાંચે મહિના પત્ની માથામાં સિંદૂર પૂરતી નથી, ચાંલ્લો કરતી નથી કે ચૂડી પણ પહેરતી નથી. આ પાંચે મહિના મગજ પર પતિના મોતનું જોખમ સવાર હોય એમ એ ઉદાસ રહેતી હોય છે. કુળદેવી માતાને મહિલાઓ પોતાનો શૃંગાર અર્પણ કરીને પોતાના પતિની લાંબી આવરદા માટે કામના કરતી હોય છે. પાંચ મહિનાની તાડીની મોસમ પૂરી થઇ જાય અને પતિ હેમખેમ પાછો ફ્રે એટલે તેની પત્ની મંદિરમાં જઇને તમામ સૌભાગ્યવતીનો શૃંગાર પાછો લાવીને સૌભાગ્યવતી થઇ જતી હોય છે. આ પરંપરા દર વર્ષે નિભાવાતી હોય છે!  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો