આંગણવાડી - આશાવર્કર અને ફીલ્ડ વર્કરો સાથે પીએમનો સંવાદ - Sandesh
  • Home
  • Baroda
  • આંગણવાડી – આશાવર્કર અને ફીલ્ડ વર્કરો સાથે પીએમનો સંવાદ

આંગણવાડી – આશાવર્કર અને ફીલ્ડ વર્કરો સાથે પીએમનો સંવાદ

 | 3:39 am IST

 

રાજપીપળા ખાતે હર ઘર પોષણ ત્યોહાર અંતર્ગત

નર્મદામાં પ્રત્યેક દીકરા-દીકરી લોહ શકિતથી ભરપૂર હોવાં જોઇએ ઃ મોદી

ા કેવડિયા ા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હર ઘર પોષણ ત્યોહાર સંદર્ભે ગુજરાતના એકમાત્ર નર્મદા જિલ્લાની આંગણવાડી-આશાવર્કર અને ફીલ્ડ વર્કર બહેનો સાથે વીડીયો કોન્ફરન્સથી સીધેા સંવાદ કર્યો હતો. વડાપ્રધાને બહેનો દ્વારા થઇ રહેલી આરોગ્યલક્ષી પોષણલક્ષી ક્ષેત્રીય કામગીરી અંગેની જાણકારી સાથે મોબાઇલ એપ્લેકેશન ઉપયોગના પ્રતિભાવો મેળવી માર્ગદર્શન આપ્યુ હતુ.

રાજપીપળાખાતે કલેકટર આરએસ નિનામા, ડીડીઓ જીન્સી વીલીયમ, આરોગ્ય અધિકારીઓ અને જિલ્લાની આંગણવાડી વર્કરબહેનો, આશાવર્કર બહેનો અને ફીમેલ હેલ્થ વર્કર બહેનોની ઉપસ્થિતીમા યોજાયેલ આ કોન્ફરન્સમા નરખડી ગામમા છેલ્લા ૬ વર્ષથી આશાવર્કર તરીકે સેવા આપતા શીતલબેન માછીએ વડાપ્રધાન સાથેના સંવાદમા જણાવ્યુ હતુ કે, આ જિલ્લામા દર શનિવારે યોજાતી બેઠકમા સેટકોમના માધ્યમથી થતો કાર્યક્રમ અમે સૌ એક સાથે નિહાળીએ છીએ. તેનાથી અમને એનીમીયા, કુપોષણનિવારણ, મિઝલ્સ રૃબેલા રસીકરણ વગેરે અંગે ખુુબ ઉપયોગી જાણકારી મળે છે. જ્યારે જેસલપોરના આશાવર્કર બહેન મનીષાબેન માછીએ વડાપ્રધાન મોદી સાથેના સ્ંાવાદમા જણાવ્યુ હતુ કે, ગત ૨૦૧૭મા વડનગરથી શરુ કરેલી મોબાઇલ એપ્લીકેશનથી અમારા ગામમા લાભાર્થીઓનુ લીસ્ટડેટા, કોનુ ચેકઅપ કરવાનુ છે, કોને રસી મૂકવાની છે, તેની માહીતી મળે છે. છેલ્લે વડાપ્રધાન મોદીએ પોતે ૩૧ ઓકટેાબરે નર્મદા જિલ્લામા પધારી રહયાં હોવાનું કહી જણાવ્યું કે, તમારા જિલ્લામા લોહ પુરૃષ સરદાર પટેલની પ્રતિમા બની રહી છે. ત્યાર ેતમારા જિલ્લાના પ્રત્યેક દીકરા દીકરી લોહ શકિતથી ભરપૂર હોવા જોઇએ.

;