આંબાવાડિયા બ્રિજ પર વરસાદી પાણીનો ભરાવો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • આંબાવાડિયા બ્રિજ પર વરસાદી પાણીનો ભરાવો

આંબાવાડિયા બ્રિજ પર વરસાદી પાણીનો ભરાવો

 | 2:49 am IST

પાણીના ભરાવાને કારણે બ્રિજ પર મસમોટો ખાડો ઃ તંત્ર સત્વરે ખાડો પૂરે તેવી માગ

ા ભીખાપુરા ા

પાવીજેતપુર તાલુકાના નાનીખાંડી અને ભીખાપુરાને જોડતા રસ્તા ઉપર રાજપુર ગામ પાસે આંબાવાડિયા બ્રિજ આવે છે.

આ બ્રિજ ઉપર પાણીના નિકાલની પાઇપો માટીના થર જામ થઈ જતા વરસાદી પાણીનો નિકાલ ન થતા લાંબા સમયથી પાણી બ્રિજની ઉપર ભરાઈ રહે છે.જેને કારણે બ્રિજ ઉપર વચ્ચે મસમોટો ખાડો પડયો છે.પાણીના ભરાવાના કારણે વાહનચાલકો ખાડો દેખી શકાય તેમ નથી જેથી પુરપાટ ઝડપે આવતા વાહનો ખાડામાં પટકાય છે.જેને કારણે અનેક વાર નાના મોટા અકસ્માત સર્જાય છે. વર્ષો પહેલા આજ જગ્યા ઉપર આવી રીતે ખાડાને કારણે એસટી બસ બ્રિજ ઉપરથી નીચે પટકાઈ હતી જેમાં લગભગ સાત જેટલા મુસાફ્રો ના ઘટના સ્થળે મોત થયા હતા.

આ બ્રિજ ઉપર બન્ને બાજુ પર જામેલા માટીના થરને દૂર કરી પાણીનો ભરાવો થતો અટકાવવો જરૂરી છે.જેથી સત્વરે તંત્ર દ્વારા બ્રિજ વચ્ચે નો ખાડો પુરી બન્ને બાજુની માટી સાફ્ કરાવે એવી વાહનચાલકોની માંગ ઉઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;