આંબેડકર ભવન પાડનારા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે - Sandesh
  • Home
  • Mumbai
  • આંબેડકર ભવન પાડનારા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

આંબેડકર ભવન પાડનારા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

 | 3:19 am IST

મુંબઈ, તા. ૨૦

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાદરસ્થિત આંબેડકર ભવન તોડવામાં આવ્યું એ અંગે તાત્કાલિક તપાસ કરી જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હોવાનું મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલારે જણાવ્યું હતું.  મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક આંબેડકર ભવન અને બુદ્ધભૂષણ પ્રિન્ટિંગ પ્રેસ જ્યાં આવેલું હતું એ મકાન અતિજોખમી હોવાથી પાલિકાએ નોટિસ મોકલાવી હતી. ત્યારબાદ આ મકાનની માલિકી જેમના હસ્તક હતી એ આંબેડકર ટ્રસ્ટે મકાન જમીનદોસ્ત કર્યું હતું. મકાન તોડી પડાતા આંબેડકરના કુટુંબીજનોની સાથે આંબેડકરી સંઘઠન એના વિરોધમાં રસતા પર ઉતર્યું હતું.