આંબેડકર ભવન મામલે રત્નાકર ગાયકવાડ દોષી હશે તો અહેવાલ રાજ્યપાલને મોકલાવાશેઃ ફડણવીસ - Sandesh
  • Home
  • Mumbai
  • આંબેડકર ભવન મામલે રત્નાકર ગાયકવાડ દોષી હશે તો અહેવાલ રાજ્યપાલને મોકલાવાશેઃ ફડણવીસ

આંબેડકર ભવન મામલે રત્નાકર ગાયકવાડ દોષી હશે તો અહેવાલ રાજ્યપાલને મોકલાવાશેઃ ફડણવીસ

 | 3:15 am IST

મુંબઇ, તા. ૨૧

દાદર સ્થિત આંબેડકર ભવન તોડી પાડવાના મામલે રાજ્યના માહિતી કમિશનર રત્નાકરગાયકવાડ વિરૂદ્ધ થયેલા આક્ષેપની તપાસમાં કોઇ તથ્ય મળી આવશે તો આ સંદર્ભે અહેવાલ રાજ્યપાલને મોકલાશે તેમ જ ઐતિહાસિક વારસો એવી બુદ્ધભૂષણ પ્રિન્ટિંગ પ્રેસને હેરિટેજનો દરજ્જો આપવા સંબંધી કાર્યવાહી સરકાર કરશે એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનપરિષદમાં જણાવ્યું હતું.

આ વિવાદ મૈત્રીપૂર્ણ રીતે ઉકેલાય એવી સભાગૃહની ભાવના યોગ્ય હોવાથી વિરોધ પક્ષને સાથે લઇ સરકાર મધ્યસ્થી કરશે એવું આશ્વાસન પણ મુખ્યમંત્રીએ આપ્યું હતું.  

આંબેડકર ભવન મામલે વિધાન પરિષદમાં નીલમ ગોરે સહિતના સભ્યોએ રજૂ કરેલી ધ્યાના્કર્ષક દરખાસ્તનો જવાબ આપતા મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્યના માહિતી કમિશનર ગાયકવાડની તોડકામ કાર્યવાહીમાં શું ભૂમિકા છે, તેમને કયા અધિકાર છે એ સહિત સર્વ માહિતીઔરાજ્યપાલને અપાશે.

રાજ્યપાલના નિર્દેશના આધારે કાર્યવાહી કરી શકાશે. ગાયકવાડની હાલ પદ પરથી હકાલપટ્ટી અથવા તેમને કોઇ શાસકીય કામ કરતા રોકી શકાય નહીં, એમ તેમણે હેમંત ટકલેના પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું હતું.  

નારાયણ રાણે, એડ. જયદેવ ગાયકવાડ, જનાર્દન ચાંદુરકર, ભાઇ ગિરકર, કપિલ પાટીલ, પ્રકાશ ગજભિયે, હેમંત ટકલે, ભાઇ જગતાપ સહિતના નેતાઓએ આંબેડકર ભવન મામલે થયેલી ચર્ચામાં ભાગ લીધો હતો.

બુદ્ધભૂષણ પ્રિન્ટિંગ પ્રેસને હેરિટેજનો દરજ્જો આપીશું : સીએમ

રત્નાકર ગાયકવાડ રાજ્યના મુખ્ય આયુક્ત હોવાથી તેમની વિરૂદ્ધ કાર્યવાહી થતી નથી એવી લોકોમાં ચર્ચા છે. બુદ્ધભૂષણ પ્રિન્ટિંગ પ્રેસનો કેટલોક ભાગ પણ તૂટી પડયો હતો. આ ભાગ સરકાર, પાલિકા અથવા તોડી પાડનારાઓ ફરી બાંધી આપશે કે કેમ એ અંગે સરકાર વિચાર કરશે. આ પ્રિન્ટિંગ પ્રેસને ઐતિહાસિક દરજ્જો આપવા અંગે બીએમસીને નિર્દેશ અપાશે એવી સ્પષ્ટતા પણ મુખ્ય પ્રધાન ફડણવીસે કરી હતી.  

સરકાર આંબેડકરઔભવન બાંધી આપશે!  

નારાયણ રાણેએ જણાવ્યું હતું કે આંબેડકર ભવન મામલે આંદોલન, ચર્ચા, અદાલતી કાર્યવાહી કરવાને બદલે બંને પક્ષના લોકોને બોલાવી સમાધાન કરો, યોજના બનાવો અને સારું કામ કરો. મુખ્યમંત્રીએ રાણેના સૂચનને આવકાર્યું હતું અને જણાવ્યું હતું કે આનંદરાજ આંબેડકર આવે અને પ્લાન આપે. સરકાર આંબેડકર ભવન બાંધી આપશે.