NIFTY 10,159.05 -33.90  |  SENSEX 32,949.69 +-103.35  |  USD 64.2750 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • આખરે નામધા ગ્રામ પંચાયતનું બજેટ મંજૂર થયું

આખરે નામધા ગ્રામ પંચાયતનું બજેટ મંજૂર થયું

 | 4:30 am IST

વાપી : નામધા ગામ પંચાયતનાં વર્ષ ૨૦૧૭-૮નાં બજેટને ગત સામાન્યસભામાં ઉપ-સરપંચ ચંદનબેન પટેલ સહિત પાંચ સભ્યોએ નારાજ થઇને નામંજૂર કરી દીધુ હતું. બજેટ તૈયાર કરવામાં એક પણ સભ્યોનો અભિપ્રાય લેવાયો ન હોવાની વાતે સભ્યોને મન દુઃખ થયુ હતું. જો કે, આ મામલે ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ સભ્યોને સમજાવ્યા હતા અને સરપંચ અલ્પેશભાઇ પટેલ સાથ મનમેળ કરાવતા આખરે સોમવારે નામધા ગામે દેસાઇવાડ સ્થિત ગ્રામ પંચાયત મકાનમાં મળેલી સામાન્યસભામાં તલાટી કમ મંત્રી કુન્દનભાઇ ટંડેલે સભા સમક્ષ ૪૯ લાખનું અંદાજપત્ર રજૂ કર્યું હતુ. તેને સર્વે સભ્યોએ મંજૂરી આપી હતી. આ સાથે ગ્રામમાં વિકાસના કામો તેજ કરવા પણ સરપંચે આશ્વાસન આપ્યુ હતું.