આજથી શરૂ થયો છે ખરાબ સમય, 26 જુલાઈ સુધી બચીને રહેજો નહીં તો..... - Sandesh
  • Home
  • Astrology
  • આજથી શરૂ થયો છે ખરાબ સમય, 26 જુલાઈ સુધી બચીને રહેજો નહીં તો…..

આજથી શરૂ થયો છે ખરાબ સમય, 26 જુલાઈ સુધી બચીને રહેજો નહીં તો…..

 | 12:41 pm IST

આજે એટલે કે 21 જુલાઈના સવારના 4 વાગ્યાથી પંચકનો આરંભ થયો છે. જેનો પ્રભાવ 26 જુલાઈના બપોરના 12 વાગ્યા સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં પંચકને અમંગલસૂચક માનવામાં આવે છે. જ્યારે ચંદ્રમા જ્યારે કુંભ અને મીન રાશિમાં રહે છે તે સમયને પંચક કહે છે. રામાયણકાળમાં ભગવાન રામએ જ્યારે રાવણનો વધ કર્યો હતો તે સમયે ઘનિષ્ઠાથી રેવતી સુધી જે પાંચ નક્ષત્ર ઉપસ્થિત હતા તેને પંચક કહે છે. પુરાણો અનુસાર જ્યારે રાવણનો વધ થયો તે બાદથી જ પાંચ દિવસનું પંચક માનવામાં આવે છે. આ પાંચ દિવસો શુભ નથી માનવામાં આવતાં એટલા માટે જ આ સમય દરમિયાન કોઈ સારું કામ ન કરવું જોઈએ.

પંચકમાં ન કરો આટલા કામ
– આ સમયમાં અંતિમ સંસ્કાર ન કરવા અન્યથા પરિવારમાં અન્ય પાંચ લોકોના મૃત્યુ થાય છે તેવી માન્યતા છે. પંચકનો દોષ દૂર કરવા મૃતદેહ સાથે પાંચ પૂતળા બનાવીને તેને પણ અગ્નિદાહ આપવામાં આવે છે. ત્યારબાદ પંચકનો દોષ દૂર થઈ જાય છે.
– ખાટલો ન બનાવડાવવો. જો આ કામ કરશો તો ઘર પર સમસ્યાઓ આવી પડશે.
– રેવતી નક્ષત્ર હોય તો ઘરની અગાસીનું કામ ન કરાવવું. તેનાથી ઘરમાં ક્લેશ વધશે અને ધન સંબંધી સમસ્યાઓ થશે.
– ઘનિષ્ઠા નક્ષત્રમાં ઘાસ, લાકડા જેવી વસ્તુઓ એકઠી ન કરવી. તેનાથી આગનો ભય વધે છે.
– દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી, માનવામાં આવે છે કે આ યમની દિશા છે.