આજથી શાળા પ્રવેશોત્સવ : ધો-૧માં ભુલકાઓને પ્રવેશ અપાશે - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • આજથી શાળા પ્રવેશોત્સવ : ધો-૧માં ભુલકાઓને પ્રવેશ અપાશે

આજથી શાળા પ્રવેશોત્સવ : ધો-૧માં ભુલકાઓને પ્રવેશ અપાશે

 | 1:42 am IST

ભાવનગર,તા.૧૩

શિક્ષણ વિભાગ દ્વારા આવતીકાલ તા.૧૪થી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમનો આરંભ થશે.ભાવનગર જિલ્લાના પાંચ વર્ષ સુધીના ૨૩,૦૭૦ બાળકોને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી ધો-૧માં પ્રવેશ આપવામાં આવશે.ગ્રામ્ય વિસ્તારનો ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા.૧૪ મીથી તા.૧૫ જૂન દરમિયાન યોજાશે.તેમજ શહેરી વિસ્તારમાં તા.૨૨ મીથી તા.૨૩ સુધી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે.પ્રવેશોત્સવ અન્વયે ભાવનગર જિલ્લામાં ૯૫ રૃટ નક્કી કરાયા હોવાનુ જાણવા મળ્યુ છે.

આ અંગે સાંપડતી માહિતી અનુસાર, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી પાંચ વર્ષ પૂર્ણ કરેલા ભૂલકાઓને ધોરણ-૧માં અને અધ્ધવચ્ચે શિક્ષણ છોડી દેનાર ધોરણ-૨થી ધો-૮ના બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જિલ્લા શિક્ષણ વિભાગના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષે ધો-૧માં ૨૩,૧૨૦ છાત્રને પ્રવેશનો લક્ષ રખાયો હોવાનુ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.જ્યારે ચાલુ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ધો-૧માં પાંચ વર્ષ સુધીના ૨૩,૦૭૦ બાળકોને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આપવાનો ધ્યેય રખાયો છે.

;