આજે ગૌરીવ્રતની થશે પૂર્ણાહૂતિ, બાલિકાઓ કરશે નાનું જાગરણ - Sandesh
  • Home
  • Ahmedabad
  • આજે ગૌરીવ્રતની થશે પૂર્ણાહૂતિ, બાલિકાઓ કરશે નાનું જાગરણ

આજે ગૌરીવ્રતની થશે પૂર્ણાહૂતિ, બાલિકાઓ કરશે નાનું જાગરણ

 | 2:56 pm IST

આજે અષાઢ સુદ-૧પના રોજ નાની બાલિકાઓના ગૌરીવ્રત-મોળાવ્રતની પૂર્ણાહૂતિ થશે. સતત પાંચ દિવસ સુધી જવારા-ગોરમાની પૂજા કરી નાની બાલિકાઓએ મોળાવ્રત કર્યા હતા. જેનું આજે નાનું જાગરણ કરી વ્રતની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. જ્યારે બીજા દિવસે બુધવારે વ્રતના પારણાં કરાશે.અષાઢ માસમાં વ્રતોની હારમાળા આવે છે. અષાઢ માસમાં ગૌરીવ્રતથી શરૃ થઈ દિવાસા સુધીના વ્રતો આવે છે. ત્યારે ગત શુક્રવારથી નાની

બાળાઓના પાંચ દિવસીય ગૌરીવ્રતનો આરંભ થયો હતો. મનગમતા ભાવી ભરથાર મેળવવા માટે નાની બાલિકાઓએ ગૌરીવ્રત ધારણ કર્યું હતુ. વ્રત દરમિયાન વ્રતધારી બાળાઓએ મોળુ ખાઈ ઉપવાસ-એકટાણાં કર્યા હતા. જે ગૌરીવ્રતના આજે  પાંચમાં અને અંતિમ દિવસે ગૌરીવ્રત-મોળાવ્રતનું જાગરણ કરવામાં આવશે. જે જાગરણ રાત્રિના ૧૨ કલાક સુધીનું હોવાથી તેને નાનુ જાગરણ પણ કહેવામાં આવે છે.

ગૌરીવ્રતના જાગરણ નિમિતે શહેર-જિલ્લાના બાગ-બગીચાઓમાં લોકોની ચહલ-પહલ વધુ જોવા મળશે. જ્યારે બુધવારે વ્રતધારી બાળાઓ દ્વારા પારણાં કરી વ્રત છોડવામાં આવશે.