આજે જાગરણ નિમિત્તે શહેરના વિવિધ સ્થળે એલઇડી સ્ક્રીન પર ફિલ્મો દેખાડાશે - Sandesh
  • Home
  • Bhavnagar
  • આજે જાગરણ નિમિત્તે શહેરના વિવિધ સ્થળે એલઇડી સ્ક્રીન પર ફિલ્મો દેખાડાશે

આજે જાગરણ નિમિત્તે શહેરના વિવિધ સ્થળે એલઇડી સ્ક્રીન પર ફિલ્મો દેખાડાશે

 | 12:11 am IST

ભાવનગર, તા.૨૦

જયાપાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે ભાવનગર (પિૃમ)ના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દ્વારા રાત્રે ૧૦ કલાકે શહેરના વિવિધ સ્થળોએ એલ.ઇ.ડી. સ્ક્રીનમાં પ્રોજેક્ટ મુકી સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક ફિલ્મો દેખાડવામાં આવશે.

જેમાં વિઠ્ઠલવાડી સરકારી શાળાનું મેદાન, વિઠ્ઠલવાડી, બાથાભાઇનો ચોક, કુંભારવાડા, શ્રધ્ધાનાથ મહાદેવ,ક ખાન સાહેબના દવાખાના પાસે, હાદાનગર, અક્ષરપાર્ક સરકારી શાળાના મેદાનમાં વડવા ચોરા, રૃવાપરીના મંદિર પાસે, બોરતળાવ ડોમ, બાલવાટિકા પાસે, ચિત્રા, મસ્તરામ બાપાના મંદિર સામે, કાળીયાબીડ-સીદસર, દુઃખીશ્યામ બાપા સર્કલ પાસે, ભાવનગર પિૃમ વિસ્તારની બહેનોને આ આયોજનનો લાભ લેવા ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ અપીલ કરી છે.