આજે મહુવા દલિત સમાજ દ્વારા ડે. કલેકટરને આવેદન પાઠવાશે - Sandesh
  • Home
  • Bhavnagar
  • આજે મહુવા દલિત સમાજ દ્વારા ડે. કલેકટરને આવેદન પાઠવાશે

આજે મહુવા દલિત સમાજ દ્વારા ડે. કલેકટરને આવેદન પાઠવાશે

 | 12:13 am IST

(સંદેશ બ્યુરો)          મહુવા,તા. ર૦  

ઉનામાં થયેલ દલીતો સાથે અત્યાચાર મામલે મહુવા મેઘવાળ પંચાયત ટ્રસ્ટ દ્વારા મહુવામાં ડે.કલેકટરને આ મામલે સત્વરે કાર્યવાહી કરવાની માંગ સાથે એક આવેદનપત્ર પાઠવવામાં આવશે.  

મહુવા મેધવાળ પંચાયત ટ્રસ્ટ     દ્વારા મહુવા ડેેપ્યુટી કલેકટરને તાજેતરમાં બનેલ ઉના મામલે યોગ્ય તટસ્થ તપાસ કરવા શહેરના નુતનનગર ડો.બાબા આંબેડકર માર્ગ પર મોટી સંખ્યમાં દલીત સમાજના લોકો એકત્ર થઈને રેલી સ્વરૃપે આવેદનપત્ર પાઠવશે. જેમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યમાં લોકોએ જોડાવા મહુવાના આગેવાનો મંગળભાઈ ચોહાણ, અરૃણભાઈ વેલારી, અરવીંદભાઈ વિંઝુડા, નાનજીભાઈ વાઘ, અરવિંદભાઈ વેલારી તેમજ અરવિંદભાઈ વાઘ સહીતના આગેવાનો દ્વારા એક યાદીમાં જણાવાયેલ છે.