આજે રાજકોટ જિ.મા મેગા વેક્સિનેશન કેમ્પ, ૩૦થી ૪૦ હજારને આવરી લેવાશે - Sandesh
  • Home
  • Newspaper
  • આજે રાજકોટ જિ.મા મેગા વેક્સિનેશન કેમ્પ, ૩૦થી ૪૦ હજારને આવરી લેવાશે

આજે રાજકોટ જિ.મા મેગા વેક્સિનેશન કેમ્પ, ૩૦થી ૪૦ હજારને આવરી લેવાશે

 | 5:18 am IST
  • Share

  • બાકી રહેલી કામગીરી પુરી કરાવવા તંત્ર ઉપર દબાણ
  • રસીકરણની ૩૧૪ સાઈટ ઉપર વધારાના કર્મચારીઓ મોકલાશે

। રાજકોટ । રાજકોટ જિલ્લામાં પ્રથમ ડોઝની કામગીરી પણ ૧૦૦% થઈ નહિ હોવાથી અને બીજો ડોઝ તો હજુ ૬૦%થી પણ નીચે હોય ડિસેમ્બરના એન્ડ સુધીમાં ૧૦૦% કામગીરી પુરી કરવા તંત્ર ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. બાકી રહેલા લોકોને રસીકરણથી આવરી લેવા માટે આવતીકાલે જિલ્લા તંત્ર દ્વારા કેમ્પ યોજાયો છે અને તેમાં ૩૦થી ૪૦ હજાર લોકોને આવરી લેવામાં આવનાર છે.
કલેકટર અરૂણ મહેશબાબુએ જણાવ્યુંહતું કે, અમે રસીકરણની કામગીરી ઝડપથી આગળ ધપાવવા માટે પ્રયત્નશીલ છીએ. આ માટે આવતીકાલે કેમ્પ યોજાયો છે. જિલ્લાના તમામ રસીકરણ કેન્દ્ર ઉપર વધારાના સ્ટાફ અને જોઈએ એટલી વેક્સિન ફાળવીશું. અગાઉ થયેલા મેગા કેમ્પમાં અમે ૫૦ હજરા લોકોને વેક્સિનથી આવરી લીધા હતા હવે બીજા ડોઝમાં પણ મેગા કેમ્પ યોજાયો છે અને તેમાં ૩૦થી ૪૦ હજારના લક્ષ્યાંક સાથે કામગીરી થશે.
જ્યા રસીકરણનું પ્રમાણ થોડુ વધારવું પડે તેવું છે એવા જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં હર ઘર દસ્તકના નામે ડોર ટુ ડોર વેક્સિનેશન ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો