આજે CM ઊનાની મુલાકાતે, ૨૧મીએ રાહુલ અને ૨૨મીએ કેજરીવાલ પણ આવશે - Sandesh
  • Home
  • Ahmedabad
  • આજે CM ઊનાની મુલાકાતે, ૨૧મીએ રાહુલ અને ૨૨મીએ કેજરીવાલ પણ આવશે

આજે CM ઊનાની મુલાકાતે, ૨૧મીએ રાહુલ અને ૨૨મીએ કેજરીવાલ પણ આવશે

 | 4:05 am IST

ગાંધીનગર :

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે નાગરિકોને શાંતિ અને સુલેહ જાળવવા અપીલ કરી છે. બુધવારે કેબિનેટની બેઠક રદ કરીને તેમણે ઊનાના સમઢિયાળા ગામે જઈને પીડિત દલિત યુવાનો અને તેમના પરિવારજનોને મળવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીની સાથે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રમણલાલ વોરા, મુખ્ય સચિવ જી.આર.અલોરિયા પણ જશે. પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ કહ્યંુ છે કે, આ ઘટનાની હું સખત શબ્દોમાં નિંદા કરું છુ. ભોગ બનેલા યુવાનોને ન્યાય મળે તેના માટે અમે કટિબદ્ધ છીએ. આ દિશામાં સરકારે તત્કાળ કડક એક્શન લીધા છે.

દલિત અત્યાચારની કરૂણ ઘટનાના દેશ વ્યાપી પડઘા પડયા છે. કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી અને આમ આદમી પક્ષના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઊનાના પીડિત દલિત યુવાનોની મુલાકાત લેશે.  કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાહુલ ગાંધી ૨૧મીએ મુલાકાત લેશે અને આમ આદમી પક્ષના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતુ કે, કેજરીવાલ ૨૨મીએ આવી રહ્યાં છે. તેઓ રાજકોટ થઈને સીધા ઊના પીડિતોને મળવા જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન