આજ રાતથી જ થિયેટરમાં રજનીકાંતની 'કબાલી' થશે શરૂ - Sandesh
  • Home
  • Entertainment
  • આજ રાતથી જ થિયેટરમાં રજનીકાંતની ‘કબાલી’ થશે શરૂ

આજ રાતથી જ થિયેટરમાં રજનીકાંતની ‘કબાલી’ થશે શરૂ

 | 9:33 pm IST

રજનીકાંત સ્ટારર ‘કબાલી’ શુક્રવારના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ રિલીઝ થવાને કારણે દુનિયાભરમાં સિનેમા હોલના માલિકો તૈયારીમાં લાગી ગયાં છે. પરંતુ મુંબઈના 70 વર્ષ જુના અરોરા સિનેમામાં કાંઈક વિશેષ તૈયારી જોવા મળી રહી છે. મુંબઈ સ્થિત આ 700 લીટર થિયેટરમાં 6 શો બતાવવામાં આવશે. આ સિનેમાની ખાસ વાત એ છે કે કબાલીનો પહેલો શો 3 વાગ્યાનો છે. ત્યારબાદ સવારે 6, 10, બપોરે 3 અને રાતે 9 વાગ્યાનો શો છે. આ ઉપરાંત ચેન્નાઇના એક થિયેટરમાં મોડી રાતના 1 કલાકનો પણ શો રાખવામાં આવ્યો છે. જેના માટે પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.

ફિલ્મની પ્રોડક્સન ટીમે મંગળવારના રોજ ઓનગ્રાઉન્ડ પ્રમોશન શરૂ કરી દીધું છે. અરોડા થિયેટરથી એક ઓપન ટોપ બસ રોજ રજનીકાંતના ફેન્સને આકર્ષવા માટે ફેરવવામાં આવે છે. તે સિવાય થિયેટરની મેઈન ગેટ પર રજનીકાંતના બે મોટા કટઆઉટ અને કેટલાક મોટા પોસ્ટર લગાવવામાં આવ્યાં છે.

રજનીકાંતના ફેન્સ કબાલી જેવા કપડા પહેરી અને ફેસ માસ્ક લગાવી ઓપન ડબલ ડેકર એર બસમાં ફરી રહ્યાં છે અને લાઉડસ્પીકર દ્વારા ફિલ્મને પ્રમોટ કરી રહ્યાં છે. એટલું જ નહીં, મુંબઇ સ્થિત રજનીકાંતના ફેન ક્લબ અરોડા સિનેમામાં પોતાના પ્રિય સુપરસ્ટારની નવી ફિલ્મ રિલીઝ થવાના સમય પર બ્લર્ડ કેમ્પ પણ યોજવામાં આવશે. તે સિવાય, બીજા કોઈ ચેરિટી ઈવેન્ટ્સ પણ ત્યાં જોવા મળી શકે છે.