આઠમે હરસિધ્ધિ માતાના મંદિરમાં ભક્તોને પ્રવેશવા ન દેતા નારાજગી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • આઠમે હરસિધ્ધિ માતાના મંદિરમાં ભક્તોને પ્રવેશવા ન દેતા નારાજગી

આઠમે હરસિધ્ધિ માતાના મંદિરમાં ભક્તોને પ્રવેશવા ન દેતા નારાજગી

 | 2:30 am IST
  • Share

રાજપીપળા હરસિધ્ધિ મંદિરે દર્શન માટે ધસારો

મંદિરના આયોજકો દ્વારા મનમાની કરતા હોવાની ચર્ચા

। વડિયા ।

રાજપીપળા નવરાત્રી ની આઠમ એટલે મહત્વનો દિવસ હોય દૂર દૂરથી ભક્તો રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિરે દર્શનનાર્થે આવ્યા હતા. પરંતુ આયોજકો દ્વારા મંદિર ની અંદર દર્શન માટે પ્રવેશ બંધ કરી દેતા ભક્તો માં નારાજગી જોવા મળી હોય કેટલાક ભક્તોએ આ માટે મામલતદારને ટેલિફેનિક રજુઆત કરી ત્યારે મામલતદારે જણાવ્યું કે, અમે આવી કોઈ સૂચના આપી નથી, તેમ જણાવતા સ્પષ્ટ જણાઈ આવ્યું કે મંદિર ના આયોજક દ્વારા પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે ત્યાં દર્શનાર્થે ગયેલા સ્થાનિક ભક્તો એ જણાવ્યું હતું કે આજના આ પવિત્ર દિવસે ભક્તો દૂર દૂરથી પગપાળા પણ આવતા હોય છે. તેમને માતાજીના દર્શન માટે મંદિર માં નહિ જવા દઈ બહારથી દર્શન કરવાનું કહેતા તેમજ દાન પેટી પણ બહાર મૂકી દેતાં ભક્તો નારાજ જોવા મળ્યા હતા. સરકારે અમુક છૂટછાટ આપી હોવા છતાં આમ આયોજકો દ્વારા મનમાની થતી હોવાની ફરિયાદો ઉઠી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો