આઠે'ય મહિલા સભ્યોનો' ગીધડ ગાઈડ' વિરૂધ્ધ કડક પગલા ભરવા રિપોર્ટ - Sandesh
  • Home
  • Newspaper
  • આઠે’ય મહિલા સભ્યોનો’ ગીધડ ગાઈડ’ વિરૂધ્ધ કડક પગલા ભરવા રિપોર્ટ

આઠે’ય મહિલા સભ્યોનો’ ગીધડ ગાઈડ’ વિરૂધ્ધ કડક પગલા ભરવા રિપોર્ટ

 | 1:05 am IST

  • છાત્રાની જાતીય સતામણીનો સંપૂર્ણ રિપોર્ટ મંગળવારે VCને સુપરત થશે
  • નારી માગે ન્યાય : યુનિ.ના ઇતિહાસમાં આવી પ્રથમ સતાવાર ફરિયાદ હોઈ શું કાર્યવાહી કરવી તેની મથામણ
    રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આબરૂને બટ્ટો લગાડનાર બાયો સાયન્સ ભવનના છાત્રાની અધ્યાપક દ્વારા સતામણીના પ્રયાસની ઘટનામાં જાતિય અત્યાચાર નિવારણ સેલ દ્વારા અહેવાલને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે
    અને સોમવાર અથવા તો મંગળવારે અહેવાલ કુલપતિને સુપ્રત કરી દેવામાં આવનાર છે.
    જાતિય સતામણી વિરોધી સેલની આઠે મહિલા સદસ્યોએ બનાવને ખૂબ ગંભીરતાથી લઈ નિવેદનો નોંધ્યા છે અને કડક પગલાની માગણી સાથે રિપોર્ટ કરે તેવી સંભાવના છે. બીજી તરફ યુનિવર્સિટીના ઇતિહાસમાં પણ આવી પ્રથમ સતાવાર ફરિયાદ થઈ હોય શું કાર્યવાહી કરવી તેની મથામણ ચાલી રહી છે. એવી પણ વિગતો સાંપડે છે કે નિલેશ પંચાલ બાયો સાયન્સ ભવનને બદલે શહેરની મધ્યમાં આવેલી એક શાળામાં વધારે હાજરી આપતા હતા. વગદાર હોવાના કારણે તેમની સામે ભવનમાં કોઈ પણ અધ્યાપક એક હરફ સુદ્ધા ઉચ્ચારી શકતા ન હતા. આ અહેવાલ મળે ત્યાર બાદ આગળની કાર્વયાહી હાથ ધરવામાં આવનાર છે. બનાવ અત્યંત ગંભીર હોવાથી સંભવત સિન્ડીકેટની બેઠક બોલાવીને તેમાં ચર્ચા કરીને પગલા લેવામાં આવનાર છે. આ બારામાં બાયો સાયન્સ ભવનના સ્ટાફ તેમજ અધ્યાપકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. પિડીત છાત્રા અને તેના ગાઈડ નિલેશ પંચાલનું પણ નિવેદન લેવાયું છે.
  • આઠે’ય મહિલા સભ્યોનો’ ગીધડ ગાઈડ’ વિરૂધ્ધ કડક પગલા ભરવા રિપોર્ટ
  • જાતિય સતામણી વિરોધી સેલની બેઠક મળી
    રાજકોટ : મહિલા જાતિય સતામણી વિરોધી સેલની આજે યુનિવર્સિટી કેમ્પસ ખાતે બેઠક મળી હતી અને તેમાં રિપોર્ટ તૈયાર કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નિવેદનો લેવાઈ ગયા હોવાથી અહેવાલ તૈયાર થઈ રહ્યો છે. કાર્યકારી કુલપતિ ડો. નિલામ્બરીબેન દવેએ શકય એટલો ઝડપથી રિપોર્ટ મોકલવા જણાવ્યુ ંહતું.
  • જો પોલીસ ફરિયાદ થઈ હોય તો અધ્યાપકની સીધી ધરપકડ થાય
    ગત તા.૩૦ના રોજ ફરિયાદ થયા બાદ આજે પણ વિદ્યાર્થીનીની પજવણી કરનાર અધ્યાપક બિન્ધાસ્ત બની કેમ્પસ ઉપર ફરી રહ્યો છે. જો આજ ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ હોત તો અત્યારે પ્રોફેસર પ્પારેલાલ પોલીસ કસ્ટડીમાં હોત.શાબ્દીક અત્યાચાર અને છેડતીની કલમો લગાડીને તેની ત્વરીત ધરપકડ કરી લેવામાં આવી જાત.
  • પ્રોફેસર પ્યારેલાલને બચાવવા માટે લેભાગુ નેતાઓના ચક્રો ગતિમાન
    રાજકોટ : છાત્રા સાથે બદતમીજી કરનાર પ્રોફેસર પ્યારેલાલને બચાવવા માટે લેભાગુ નેતાઓના ચક્રો ગતિમાન થયા છે. આ પ્રકરણે ઢાંક પીછોડા માટે એક પૂર્વ સિન્ડીકેટ સદસ્ય અને પૂર્વ કુલનાયક મથામણ કરી રહ્યા છે. અધ્યાપકને બચાવી લેવા ચોમેર રજૂઆતો કરી રહ્યા છે. મા સરસ્વતીના ધામ જેવી સંસ્થામાં ગુરૂ શિષ્યાના સબંધોને કલંકિત કરવા માટે પ્રયાસ કરનાર અધ્યાપકને છાવરવા માટે પોતાની સંઘશક્તિનો પણ ઉપયોગ સાથી મિત્રોની મદદથી થઈ રહ્યો છે.
  • ગાઈડ વિરૂધ્ધ એક્શન માટે કદાચ પ્રથમ વખત મળશે સિન્ડીકેટ
  • રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતિય સતામણી વિરોધી સેલની રચના બાદ પ્રથમ વખત આવેલી સતાવાર ફરિયાદ અને તેની તપાસ બાદ રિપોર્ટ બાદ પગલા લેવા કાર્યવાહીની નોબત આવી છે. ગાઈડ સામે પગલા લેવા માટે કદાચ પ્રથમ વખથ સિન્ડીકેટ બોલાવી તેમાં રિપોર્ટ મૂકવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન આજે ગાઈડ વિરૂધ્ધ એકશન માટે કોડ ઓફ કન્ડકટનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
  • અત્યંત ગંભીર તહોતમ છતાં પગલા બાબતે ગૂનાહિત અસમંજસ
    રાજકોટ : અત્યંત ગંભીર તહોમત પ્રોફેસર ઉપર તેની પાસે પીએચ.ડી. કરી રહેલી વિદ્યાર્થીનીએ મૂક્યું છે અને તપાસ પણ થઈ છે. નિવેદનોમાં પણ ગંભીર આક્ષેપો થયા છે ત્યારે પગલા બાબતે ગૂનાહિત અસમંજસ જોવા મળી રહ્યું છે. આવા કિસ્સામાં રાજસ્તાનની એક યુનિવર્સિટીએ ગણતરીના સમયમાં બે અધ્યાપકોને સસ્પેન્ડ કરી નાખ્યા હતા.જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૧૦ દિવસ વિતવા છતાં હજૂ અહેવાલ તૈયાર થઈ રહ્યો છે અને પગલા માટે નિયમોનો અભ્યાસ ચાલી રહ્યો છે.
  • શરદ યાદવના હાથે હાર્દિકે પાણી પીવાનું શરૂ કર્યું!
    ભૂતકાળમાં સરકાર ઘણા લોકોને જેલમાં અને હોસ્પિટલમાં ખતમ કરી ચૂકી છે. શરદ યાદવ પછી બપોરે ડીએમકેના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એ રાજા હાર્દિકને મળ્યા હતા. તેમણે કહ્યું કે તમિલનાડુમાં બેકવર્ડ માટે ૬૯ ટકા અનામત છે. અન્ય રાજ્યોમાં પણ તેનું અનુકરણ કરવુ જોઈએ. અનામત અને રાજકારણને કોઈ લેવાદેવા ન હોવી જોઈએ. ”૧૫ દિવસથી ઉપવાસ પર હોવા છતાંયે કેન્દ્ર અને રાજ્યની સરકાર કંઈ સાંભળતી નથી. સરકાર તત્કાળ બેઠક યોજી સકારાત્મક અભિગમ દાખવે, ત્રણ દિવસમાં નિવેડો નહીં આવે તો સંત સમાજ વિસ્તૃત આંદોલન કરશે” એમ હાર્દિકને મળવા આવેલા બહુ ઓછા જાણિતા સંત આચાર્ય કૃષ્ણમે મિડિયા સમક્ષ જણાવ્યું હતું. દિલ્હીથી આવેલા સ્વામી અગ્નિવેશે પાટીદાર સમાજને અનામત મળવુ જોઈએ એમ કહેતા સર્વધર્મ સાંસદ હાર્દિકની સાથે હોવાનું કહ્યુ હતુ.