આતંકી હુમલા છતાં ફ્રાન્સ અને તુર્કી જનારા ભારતીય પર્યટકોની સંખ્યા વધી - Sandesh
  • Home
  • Mumbai
  • આતંકી હુમલા છતાં ફ્રાન્સ અને તુર્કી જનારા ભારતીય પર્યટકોની સંખ્યા વધી

આતંકી હુમલા છતાં ફ્રાન્સ અને તુર્કી જનારા ભારતીય પર્યટકોની સંખ્યા વધી

 | 3:16 am IST

મુંબઇ, તા. ૨૧

ફ્રાન્સ અને તુર્કીમાં અનેકવાર આતંકવાદી હુમલો થયો હોવા છતાં યુરોપના પ્રવાસે જતા ભારતીય સહેલાણીઓ માટે બંને દેશ પસંદગીના (ફેવરીટ) પર્યટન કેન્દ્ર છે, એમ ટ્રાવેલ ઓપરેટરોએ જણાવ્યું છે. તાજેતરમાં થયેલા હુમલા પછી કેટલાક સહેલાણીઓએ ટૂર એજન્સીઓને કોલ કરી ચિંતા વ્યકત કરી હતી પણ હજી સુધી યુરોપ પ્રવાસ રદ નથી કરાવ્યો.  

પર્યટન-પ્રવાસ ઉદ્યોગના અંદાજો દર્શાવે છે કે ૨૦૧૪માં ફ્રાન્સ જનાર ભારતીય પર્યટકોની સંખ્યા ૩.૬૫ લાખ હતી જે ૨૦૧૫માં વધીને લગભગ ૫ચ લાખ થઇ હતી. આ વર્ષે સંખ્યામાં ૧૮ ટકાનો વધારો થયો છે. ૨૦૧૪માં ૧.૧૯ લાખ ભારતીય સહેલાણીઓ તુર્કી ગયા હતા જ્યારે ૨૦૧૫માં ૧.૩૨ લાખ ભારતીય સહેલાણીઓ તુર્કીનો પ્રવાસ માણ્યો હતો. આ વર્ષના અંત સુધીમાં આંકડો ૧.૫૦ ઔલાખ સુધી પહોંચવાની શક્યતા છે, એમ ટ્રાવેલ નિષ્ણાતોએ જણાવ્યું છે.  

૨૦૧૫માં બે કરોડ ભારતીય પર્યટકો ફોરેન ટુર પર ગયા હતા. કેટલાક વિસ્તારોમાં બનેલી આતંકવાદની ઘટનાથી વિદેશમાં પર્યટન માટે જતા ભારતીયોની સંખ્યા પર અસર પડી નથી. આ વર્ષે વધુ લોકો ફ્રાન્સ જઇ રહ્યા છે. પર્યટન માટે ફ્રાન્સ વિશ્વનું એક પસંદગીનું સ્થાન છે, એમ કોક્સ એન્ડ કિંગ્સના ટ્રાવેલ રિલેશન હેડ કરણ આનંદે જણાવ્યું હતું.  

યુરોપમાં વેકેશન ગાળવા જવા માગતા લોકો તેમના કાર્યક્રમમાં થોડો ફેરફાર કર્યો છે પરંતુ કોઇએ હોલિડે બુકિંગ રદ નથી કરાવ્યું નથી, એમ બીજા ટ્રાવેલ ઓપરેટરોએ જણાવ્યું હતું.