આદર્શનગર-વર્ધમાનનગરના રહીશોને ગુ.હા. બોર્ડ દ્વારા હજુ ભાડું ચૂકવાતું નથી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • આદર્શનગર-વર્ધમાનનગરના રહીશોને ગુ.હા. બોર્ડ દ્વારા હજુ ભાડું ચૂકવાતું નથી

આદર્શનગર-વર્ધમાનનગરના રહીશોને ગુ.હા. બોર્ડ દ્વારા હજુ ભાડું ચૂકવાતું નથી

 | 4:03 am IST

ા ભાવનગર (સંદેશ પ્રતિનિધિ) ા

ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આવેલ આદર્શનગર-વર્ધમાનનગરના રહીશોને ભાડું ચૂકવવાનું વચન હજુ પણ પાળવામાં આવ્યું નથી ! એ જ રીતે ૩૦ માસમાં રી-ડેવલપમેન્ટ કરી આપવા માટેનું જે લેખિત વચન આપવામાં આવ્યું છે તેને પણ ૧૨ મહિના વીતા ગયા છે.

ભાવનગરમાં ૨૦ જૂલાઈ, ૨૦૧૪ના રોજ વરસાદ પડયો ત્યારે વર્ધમાન નગર ત્રણ માળની વસાહતમાં રહેતી દીકરી ત્રીજા માળની અગાસી પર ભરાયેલું પાણી કાઢવા માટે પહોંચી એ વખતે ત્રીજા માળનો સ્લેબ એકાએક ધરાશયી થઈ ગયો હતો અને તેણી છેક ગ્રાઉન્ડ ફ્લોરમાં રસોડામાં પટકાઈ હતી. સદનસીબે તેણીનો આબાદ બચાવ થયો હતો. પરંતુ આ દૂર્ઘટનાના પગલે ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા ભાવનગર મહાપાલિકાના અધિકારીઓ તેમની ટીમ સાથે દોડી ગયા હતા અને તાબડતોબ મકાન ખાલી કરવા જણાવ્યું હતું. પરંતુ ગરીબ નિમ્ન મધ્યમ વર્ગના વસાહતીઓ તેમનો આશરો છોડીને જાય ક્યાં ?

એ વખતે તંત્ર દ્વારા વસાહતીઓને એવું મૌખિક વચન આપવામાં આવ્યું હતું કે, તેમને સવા વર્ષની અંદર નવા મકાન બનાવી આપવામાં આવશે અને વસાહતીઓને દર મહિને રૃા. ૨ હજાર ભાડું ચૂકવવામાં આવશે. પરંતુ આ વાતને પાંચ-પાંચ વર્ષ વીતી જવા છતાં હજુ વર્ધમાનનગર અને આદર્શ નગરના વસાહતીઓને તેમનું ઘરનું ઘર નસીબ થયું નથી. એટલું જ નહીં, ભાડું ચૂકવવાનું વચન પણ પાળવામાં આવ્યું નથી. પરિણામે ભાડાના મકાનમાં રહેવા ગયેલા ઘણા વસાહતીઓને ભાડું પોષાતું ન હોય ફરી આ જોખમી મકાનમાં રહેવા મજબૂર બન્યા હતા. પરંતુ સંવેદનહિન તંત્રએ તેની ૬ -૬ વર્ષથી દરકાર લીધી નથી.

દરમિયાનમાં, ગઈ તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ ભાવનગરમાં ફરી ભારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે કોઈ દૂર્ઘટના સર્જાશે તો ? એવી દહેશતથી ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ ફરી વર્ધમાનનગર દોડી ગયા હતા અને વસાહતીઓને સ્થળાંતર કરવા સમજાવ્યા હતા. એટલું જ નહીં, ફરી જૂનું વચન દોહરાવ્યું હતું કે, તેઓને ભાડું ચૂકવવામાં આવશે અને નવા મકાન બનાવી અપાશે. પણ આ વાતને પણ એક વર્ષ થયું છે છતાં હજુ ભાડું ચૂકવાતું નથી અને રી-ડેવલોપમેન્ટ ક્યારે થશે ? એ પ્રશ્ન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;