આદિવાસીઓની સમસ્યાઓ અને પ્રશ્નો ઉકેલવા માંગણી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • આદિવાસીઓની સમસ્યાઓ અને પ્રશ્નો ઉકેલવા માંગણી

આદિવાસીઓની સમસ્યાઓ અને પ્રશ્નો ઉકેલવા માંગણી

 | 2:45 am IST

દેડિયાપાડા ખાતે અધિકાર દિવસની ઉજવણી

। દેડિયાપાડા ।

દેડિયાપાડા ખાતે ભારતીય ટાયબલ ટાઈગર સેનાના કાર્યકરો દ્વારા ૧૩ મી સપ્ટેમ્બર દિવસે ક્ષ્વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આદિવાસીઓને મળેલાં અધિકારોની અમલવારી કરવા બાબતે દેડિયાપાડા ઈનચાર્જ પ્રાંત અધિકારી રાજેશ ભાઇ વસાવાને આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં દેશની આઝાદીને ૭૩ વર્ષ થઇ ગયાં હોવા છતાં આદિવાસી સમાજમાં અનેક સમસ્યાઓ છે. રોજગારી, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, ભૂખમરો, બેરોજગારી, કુપોષણ, ભારતના બંધારણમાં અનુસૂચિ ૫ અને ૬નોઅમલ, પેસા એકટનો અમલ કરવામાં આવ્યો નથી. ડેમોના નામે આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવી રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ્ યુનિટી, ઈકોસેનસેટીવઝોન, કોરીડોર, વેદાન્તા પ્રોજેક્ટ, પ્રોજેક્ટના નામે આદિવાસીઓને વિસ્થાપિત કરવાનું ચાલી રહ્યું છે.જળ,જંગલ, જમીન, ખનિજ ઉપર આદિવાસીઓનો અધિકાર છીનવી લેવાયો છે. આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળા મર્જ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;