આદિવાસીઓ પર જંગલ ખાતાનો અત્યાચાર - Sandesh
  • Home
  • Baroda
  • આદિવાસીઓ પર જંગલ ખાતાનો અત્યાચાર

આદિવાસીઓ પર જંગલ ખાતાનો અત્યાચાર

 | 1:24 am IST

બોડેલી, તા. ૨૨

નસવાડી તાલુકાના ધારસીમલ ગામે જંગલ જમીન ખેડતા આદિવાસીઓને ઘરમાંથી બહાર કાઢઈ જંગલ ખાતાના અધિકારીઓ તેમજ એસ.આર.પી. જવાનોએ માર માર્યોના આક્ષેપ સાથે તા. ૨૪ જુલાઇ રવિવારના રોજ ડુંગરા ભીલ સમાજના આગોવાનોની એક મિટિંગ મળનાર છે. જેમાં વર્ષોથી જંગલની જમીનો ખેડતા આદિવાસીઓ પર અત્યાચાર કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અંગે ૧૫૦૦ જેટલા કાર્યકરો, આગેવાનો, ભેગા થઇ પિડિત પરિવારોને ન્યાય અપાવવા રણનિતી ઘડશે તેમ ધારસીમેલના આગેવાનોએ જણાવેલ છે.

ધાર સીમેલ (તા.નસવાડી)ના વેચાણભાઇ મુવાસીયાભાઇ ડુંગરાભીલ (પીસાયતા) શૈલેશભાઇ શાંતિલાલ (ઘટામલી), હુનજીભાઇ રામલાભાઇ (હરખાંડ)નાઓએ આ અંગે જણાવેલ છે કે, તણવ આમરા અને હરખોડ ગામના ડુંગરાભીર આદિવાસીઓ જેઓ વર્ષોથી જંગલની જમીનો ખેડે છે. તેમને તે અંગે ખરૃ ખોટું કહી રાત્રીના સમયે તેમના ઘરે પહોંચી જંગલખાતા અને એર.આર.પી. જવાનોએ ઘરમાંથી બહાર કાઢી ઢોર માર માર્યો હતો.

આ ઘટનાના આદિવાસી ડુંગરાભીલ સમાજમાં ઘેરા પડયા પડયા છે. સમાજના આગેવાનોએ આ અંગે જંગલખાતા અને એસ.આર.પી. સામે લડત લડવા આયોજન નક્કી કરવા તા.૨૪ મી રવિવારે બપોરે ૧૨ વાગે ધાર સીમેલ મુકામે એક મિટિંગ મેળવેલ છે જેમાં લડતની રણનીતિ નક્કી કરાશે. તેમ ઉપરોક્ત આગેવાનોએ જણાવેલ છે.ઉલ્લેખનીય છે કે, જંગલમાં ખેતી કરવા માટે આદિવાસીઓ વચ્ચે છાસવારે ઝઘડા થતાં હોય છે. તેવા સંજોગોમાં જંગલ વિભાગ દ્વારા સમાધાન કરાવવામાં આવતું હોય છે.