આનંદીબેન કઠપુતળી, મોદી ફેંકું તો અરવિંદ કેજરીવાલ છે ડેવલોપમેન્ટ ઓફ ઇન્ડિયા હાર્દિક પટેલ - Sandesh
  • Home
  • Ahmedabad
  • આનંદીબેન કઠપુતળી, મોદી ફેંકું તો અરવિંદ કેજરીવાલ છે ડેવલોપમેન્ટ ઓફ ઇન્ડિયા હાર્દિક પટેલ

આનંદીબેન કઠપુતળી, મોદી ફેંકું તો અરવિંદ કેજરીવાલ છે ડેવલોપમેન્ટ ઓફ ઇન્ડિયા હાર્દિક પટેલ

 | 6:49 pm IST

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરો બનેલા હાર્દિક પટેલનો એક વિડિયો શેર કર્યો છે. બુધવારે કરવામાં આવેલો આ વિડિયોમાં એક ન્યૂઝ ચેનલમાં હાર્દિક પટેલ બાઇટ આપી રહ્યા છે. મહિલા એન્કર એક પછી એક જાણીતા નેતાઓ અને રાજકિય પક્ષ વિશે પ્રશ્ન પૂછે છે અને હાર્દિક પટેલ તેનો જવાબ આપે છે.

એન્કર જ્યારે હાર્દિક પટેલને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ વિશે પ્રશ્ન પૂછે છે ત્યારે હાર્દિક તેમને કોઈના કઠપુતરળી ગણાવ્યા હતા. તો વડાપ્રધાન મોદી વિશે પ્રશ્ન પૂછતા જ હાર્દિક પટેલે તેમને ફેંકૂ કહ્યા હતા. હાર્દિકનું મોદીને ફેંકુ કહેવા ઉપર આસપાસ ઊભેલા લોકો જોરદાર હસ્યા હતા. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ વિશે પ્રશ્ન પૂછવામાં આવતા હાર્દિક પટેલે તેમને ‘He is Development of India’ કહ્યા હતા.

હાર્દિક પટેલે હિંસા વિશે પૂછતા કહ્યું હતું કે, જરૂરિયા ઊભી થાય ત્યારે જરૂરી છે પરંતુ બેરાઓને શંભળાવવા માટે. તો શું તમે ઠોકાશાહી સમજો છો આ પ્રશ્ન ઉપર હાર્દિકે કહ્યું હતું કે, બિલકુલ, ઠોકાશાહીનો મતલબ સમજાવતા હાર્દિક પટેલ અમે દેશના બંધારણમાં માનીયે છીએ.  લોકશાહીને મહાન માનીએ છીએ એ પ્રકારે કામ કરી લો. ન્યાયતંત્રમાંથી પસાર થઈ જાઓ. આમ છતાં દેશની જનતાને ન્યાય ન મળે તો ઠોકશાહી યોગ્ય છે. શું તમે એન્ટીનેશનલ હોવના પ્રશ્ન ઉપર હાર્દિકે ના પાડી હતી. તમને એનીમી ઓફ ધ સ્ટેટ કેમ બોલાવે છે. ત્યારે હસતા હસતા હાર્દિકે જવાબ આપ્યો હતો કે, એ ખબર નથી લોકો જે સમજે છે એ પ્રકારે બોલે છે.

રાહુલ ગાંધી વિશે પ્રશ્ન પૂછતાં હાર્દિકે કહ્યું કે તેમને પોતાની જાતને સમજવાની જરૂર છે. કોંગ્રેસ પાર્ટી વિશે હાર્દિકે કહ્યું કે તે હિન્દુસ્તાનની સૌથી મોટી પાર્ટી છે. હાર્દિકે આમ પાર્ટીને સામાન્ય લોકોની પાર્ટી ગણાવી હતી.  આગામી છ મહિના માટે હાર્દિક પટેલ શું કરેશે ? આ પ્રશ્ન ઉપર તેણે કહ્યું હતું કે, આખા હિન્દુસ્તાનમાં દબાયેલા લોકોનો અવાજ બનાવ ઇચ્છું છું. શિવસેના વિશે પૂછતાં તેણે કહ્યું કે શિવસેનામાંથી મજબૂતાઈવાળી વાત શિખવા મળે છે.