આરોગ્યલક્ષી સેવા સુર્દઢ બનાવવા રૂ. 281લાખના ખર્ચે 23આરોગ્ય કેન્દ્ર અપગ્રેડ થશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • આરોગ્યલક્ષી સેવા સુર્દઢ બનાવવા રૂ. 281લાખના ખર્ચે 23આરોગ્ય કેન્દ્ર અપગ્રેડ થશે

આરોગ્યલક્ષી સેવા સુર્દઢ બનાવવા રૂ. 281લાખના ખર્ચે 23આરોગ્ય કેન્દ્ર અપગ્રેડ થશે

 | 4:37 am IST
  • Share

નગરસેવકોની ગ્રાન્ટમાંથી 560 સાધનોની ખરીદી કરાશે

મહાનગરપાલિકા દ્વારા આરોગ્યલક્ષી સેવા સુદઢ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા ફાળવાયેલ ગ્રાન્ટમાંથી અંદાજીત રૂ.281.71લાખના ખર્ચે જુદા જુદા પ્રકારના 560 નંગ આરોગ્યલક્ષી સાધનોની સરકારશ્રીના  પોર્ટલ મારફત કરાઈ રહી છે.

ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી પુષ્કર પટેલ તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેટરોને પ્રત્યેકને સને 2021/22ની ર્વાિષક ગ્રાન્ટ રૂ.15 લાખ ફળવણી કરાયેલ જે પૈકી પ્રત્યેક કોર્પોરેટરશ્રી દ્વારા રૂ.5 લાખની ગ્રાન્ટ કોરોના વૈશ્વિક મહામારીના કપરા સમયમાં લોકોની સલામતી અર્થે આરોગ્યલક્ષી સેવા સુદઢ બનાવવામાં સહયોગ આપી શકાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા માટે ફળવવામાં આવેલ. આરોગ્ય શાખા દ્વારા અંદાજીત કુલ રૂ.281.71લાખના ખર્ચે જુદા જુદા 13પ્રકારના કુલ 560 નંગ ઇક્વિપમેન્ટ/ઇન્સ્ટુમેન્ટ સરકારના  પોર્ટલ મારફ્ત ગણતરીના દિવસોમાં ખરીદ કરવામાં આવશે અને શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં આવેલ કુલ 23આરોગ્ય કેન્દ્રમાં શહેરીજનોની સુવિધા અર્થે મુકવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો