આરોગ્ય તંત્રનો આંકડા છૂપાવવાનો ખેલ ઉંધો પડયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • આરોગ્ય તંત્રનો આંકડા છૂપાવવાનો ખેલ ઉંધો પડયો

આરોગ્ય તંત્રનો આંકડા છૂપાવવાનો ખેલ ઉંધો પડયો

 | 5:13 am IST
  • Share

  • કેશોદના મેસવાણમાં બે દિ’માં બે વિદ્યાર્થી સહિત ૧૭ને કોરોના
  • શાળામાં ૧૬મી સુધી રજા ઃ ગામમાં ગરબી બંધ કરાવાઈ

। જૂનાગઢ । જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં છેલ્લા બે દિવસમાં બે વિદ્યાર્થી સહિત ૧૭ લોકો કોરોનાના ઝપટે ચડી જતા ખળભળાટ સાથે ફફડાટ ફેલાઈ ગયો છે.કેશોદના મેસવાણ ગામના સરપંચ રામભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે ગઈકાલે ગામમાં ૧૦ પોઝીટીવ કેસ આવ્યા બાદ આજે વધુ ૭ કેસ આવ્યા છે
તેમાં બે વિદ્યાથીઓનો સમાવેશ થાય છે તેમાં એક વિદ્યાર્થી ધો.૬ અને બીજો ધો.૭માં અભ્યાસ કરે છે શાળામાં એક સાથે બે કેસ આવતા શાળામાં તા.૧૬ સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત ગામમાં કોરોનાનો ચેપ વધુ વકરે નહી તે માટે ગરબીઓ પણ બંધ કરી દેવામાં આવી છે. ૮૦૦૦ની વસ્તી ધરાવતા મેસવાણ ગામમાં ૧૦૦ ટકા રસીકરણ થઈ ગયું છે આમ છતા કોરોનાના કેસનો વિસ્ફોટ થતા ગામમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ગામમાં પરપ્રાંતિય લોકોની અવરજવર વધુ હોવાથી કોરોનાના કેસ આવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે જો કે આરોગ્ય વિભાગની આંકડા છૂપાવવાની પોલ ખૂલી ગલ છે કારણ કે આજે મેસવાણ ગામમાં ૭ કેસ પોઝીટીવ આવ્યા છે તેમાંથી માત્ર બે કેસ જ સમગ્ર જિલ્લામાં જાહેર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો