આરોપ એક જ મૂકો પણ તગડા પુરાવા સાથે મૂકો : ફડણવીસ - Sandesh
  • Home
  • Mumbai
  • આરોપ એક જ મૂકો પણ તગડા પુરાવા સાથે મૂકો : ફડણવીસ

આરોપ એક જ મૂકો પણ તગડા પુરાવા સાથે મૂકો : ફડણવીસ

 | 3:26 am IST

મુંબઇ,તા.૨૨  

વિધાનસભામાં શુક્રવારે ફરી એકવાર રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. વિપક્ષના સવાલોના જવાબ માટે હાજર રહેલા સીએમ ફડણવીસે વિપક્ષને કરારો જવાબ આપતા જણાવ્યું હતું કે આરોપ એક જ મૂકો પરંતુ તગડા પુરાવા સાથે મૂકો. ભ્રષ્ટાચારના મુદ્દે સણસણતો જવાબ આપતા સીએમ ફડણવીસે વિપક્ષી નેતાઓને અનેક ટોણા માર્યા હતા. ગત પંદર વર્ષમાં મહારાષ્ટ્રની છબી ભ્રષ્ટાચારી રાજ્ય તરીકેની થઇ તે બદલવા માટે જનતાનો વિશ્વાસ મેળવી અમે સત્તા પર બિરાજમાન થયા. અમે પારદર્શક કારભાર કરી રાજ્યની પ્રતિમા બદલીને રહીશું એમ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું. વીસ કેબિનેટ પ્રધાનો પર આરોપ હોવાનું જણાવી વિપક્ષે માત્ર એક આંકડો નક્કી કર્યો હોવાની વાત ફડણવીસે જણાવી હતી. અમારી યુતિ સરકારને વીસ મહિના પૂર્ણ થઇ રહ્યા છે અને વીસ પ્રધાનો પર આક્ષેપ મૂકાયા છે. વિપક્ષના કોઇપણ આરોપમાં તથ્ય નથી અને અધૂરી માહિતીને આધારે તે આરોપ મૂકે છે એવા શબ્દો સાથે સીએમ ફડણવીસે પ્રધાનો પર મૂકાયેલા દરેક આરોપ ફગાવી દીધા હતા. વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ, એનસીપીના જયંત પાટીલે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂછેલા પ્રશ્નોના જવાબમાં વિધાનસભામાં ફડણવીસે જવાબ આપ્યો હતો. રવીન્દ્ર વાયકર, રવીન્દ્ર ચવ્હાણ, પાડુંરંગ ફુંડકર, જયકુમાર રાવલ, પંકજા મુંડે, વિષ્ણુ સાવરા જેવા વિવિધ પ્રધાનો સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે જે અધૂરી માહિતીને આધારે મૂકાયા હોવાની વાત ફડણવીસે કરી હતી. વિપક્ષ પાસે કોઇપણ સબળ પુરાવા નથી. ન્યા.લેંટિન, ન્યા.પી.બી.સાવંત, ન્યા. જે એન પાટીલ, ન્યા.ભટાના નેતૃત્વ હેઠળ આ સર્વ તપાસ ચાલી રહી છે તેના અહેવાલ આવે ત્યારે આ વાત સ્પષ્ટ થઇ જશે કે હાલ ચૂંટાયેલા પ્રધાનોએ કોઇપણ પ્રકારનો ભ્રષ્ટાચાર કર્યો નથી. મહારાષ્ટ્રની ભ્રષ્ટાચારી રાજ્ય તરીકેની છબી આઘાડી સરકારના સમયમાં નિર્માણ થઇ છે અને આઔછબી સુધારવા જનતાએ અમને નિયુકત કર્યા છે.

ફડણવીસ અને એનસીપી નેતા અજિત પવારના જન્મદિનની ઉજવણી  

મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારનો શુક્રવારે જન્મદિન હતો. વિધાનસભાની બહાર તેમના પર શુભેચ્છાનો વરસાદ થયો હતો. ફડણવીસે પોતાના જન્મદિને સુકન્યા સમૃધ્ધિ યોજનાનું અનાવરણ કરતા કુલ ૪૫ બાળકીઓને તેમના બેન્ક ખાતાની પાસબુક સુપરત કરી હતી. તો અજિત પવારે એનસીપીના નેતા સચિન આહીર સાથે સેલ્ફીનો લુત્ફ માણ્યો હતો.  

અજિત દાદા વિશે બોલત પણ આજે એમનો જન્મદિન  

રાષ્ટ્રવાદી કોન્ગ્રેસના વરિષ્ઠ નેતા અજિત પવારનો આજે શુક્રવારે જન્મદિન છે. જન્મદિન નિમિત્તે ફડણવીસ પવારને ટોણો મારવાનું ચૂકયા નહોતા. આજે વિશેષ દિવસ હોવાથી અનેક મુદ્દે બોલવાનું હું ટાળું છું. આજે તમારો જન્મદિન છે તેથી વિશેષ હું કંઇ બોલવા નથી માંગતો.

રામ શિંદે હવે ઓછા ફોટા પડાવો : ફડણવીસે શિંદેનો કાન આમળ્યો  

જળસંશાધના પ્રધાન રામ શિંદેએ ઇન્દોરના એક ગેંગસ્ટર સાથે તસવીર પડાવી હોવાનો આરોપ કોન્ગ્રેસના નેતા નિતેશ રાણેએ વિધાનસભામાં પુરાવા સાથે કર્યો હતો.ઔઆ મુદ્દે બુમરાણ મચતાં શુક્રવારે ફડણવીસે શિંદેનો કાન આમળતાં જણાવ્યું હતું કે રામ શિંદે, તમારી પર વિપક્ષની બારીકાઇથી નજર છે. તમે થોડા ઓછા ફોટા પડાવશો તો પક્ષને ગમશે એવી સલાહ ફડણવીસે શિંદેને આપી હતી.  

એકનાથ ખડસે પરના આરોપ નિરાધાર  

ફડણવીસે પૂર્વ મહેસૂલ પ્રધાન એકનાથ ખડસેનો પક્ષ લેતા વિધાનસભામાં જણાવ્યું હતું કે ખડસે પર મૂકાયેલા તમામ આરોપ નિરાધાર છે અને તેમને બે કેસમાં લોકાયુકત વતી કલીનચીટ મળી ગઇ છે.  

પ્રધાનમંડળમાં કોઇપણ ગુનેગારની નિમણૂક થઇ નથી  

પ્રધાનમંડળમાં કોઇપણ ગુનેગારને પ્રધાન તરીકે લીધા નથી એમ જણાવી ફડણવીસે પ્રધાનો પર મૂકાયેલા તમામ આરોપ ફગાવ્યા હતા.ઔરવીન્દ્ર ચવ્હાણ પર રાજકીય આરોપ મૂકાયા છે પરંતુ હાલ તેમના પર એકપણ ગુનો નોંધાયો નથી તેમ જ જે પ્રધાનો પર આરોપ મૂકાયા છે તેમની સામે વિપક્ષ પાસે કોઇ સબળ પુરાવા ન હોવાની વાત ફડણવીસેઔજણાવી હતી. 

મરાઠવાડામાંથી ૧૦૦ યુવાનો ગુમ :ઔઆઇએસઆઇએસમાં જોડાયાની શંકા

વિશ્વભરમાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (આઇએસઆઇએસ)નો પ્રભાવ વધી રહ્યો છે. ત્યારે મરાઠવાડાના અંદાજે ૧૦૦ જેટલા મુસ્લિમ યુવાનો ગાયબ થઇ ગયા છે ત્યારે તેઓ ઔઆઇએસઆઇએસમાં જોડાવાની શંકા છે તેવી સંભાવના પરભણીના વિધાનસભ્ય રાહુલ પાટીલે વ્યક્ત કરી છે. શિવસેનાના વિધાનસભ્ય રાહુલ પાટીલે વિધાનસભામાં આ શંકા વ્યક્ત કરતા ખળભળાટ મચી ગયો છે.  

છેલ્લા થોડા વખતથી આતંકવાદી સંગઠન આઇએસઆઇએસના સંપર્કમાં આવતા યુવાનોની સંખ્યામાં ચોંકાવનારો વધારો થયો છે. એમાં પણ પરભણીનો નસિરબિન ચાઉસની એ આઇએસઆઇએસના સંપર્કમાં હતો એથી ધરપકડ કરાઈ હતી. તેણે તેની પૂછપરછમાં એવુ કહ્યું છે કે તેણે અહીખાનાખરાબી સર્જવા તેના સિરિયામાં બેસેલા હેન્ડલર ફારૂખના કહેવાથી પુણે, નાગપુર અને હૈદ્રાબાદથી મટિરિયલ ભેગુ કરી બોમ્બ પણ બનાવી લીધો હતોઔએટલું જ નહી તેનો ફોટો પણ ફારૂખને મોકલાવ્યો હતો. એથી તેની આ ચોંકાવનારી કબૂલાતના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. એથી મરાઠવાડાનાઔયુવાનોના ગાયબ થવાનો મુદ્દો રાહુલ પાટીલે વિધાનસભામાં ઉપસ્થિત કર્યો હતો. એમઆઇએમ મુસ્લિમ યુવાનોને ભડકાવે છે એવો આરોપ પણ રાહુલ પાટીલે કર્યો છે.  

ગેરકાયદે પરવાનાની તપાસ માટે સમિતિની નિમણૂક : દિવાકર રાવતે  

રાજ્યમાં પ્રાદેશિક પરિવહન કાર્યાલયમાં બનાવટી પરવાના પર પ્રતિબંધ મૂકવા માટે કાર્યાલયમાં કોમ્પ્યુટરાઇઝડ સિસ્ટમ કાર્યાન્વિત છે. ગેરકાયદે પરવાનાઓ પર ચાંપ મૂકવા તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવે છે. સમિતિના અહેવાલ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે એમ પરિવહન પ્રધાન દિવાકર રાવતેએ વિધાનસભામાં જણાવ્યું હતું.  

વિધાનસભાનું સત્ર સોમવાર સુધી મોકૂફ  

શુક્રવારે વિધાનસભામાં ભ્રષ્ટાચારના મુદ્દે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો. ભારે હંગામા વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ હરિભાઉ બાગડેએ વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવાર સુધી મોકૂફ રાખ્યું હતું.  

બાળગૃહની તપાસનો અહેવાલ શિયાળુ સત્રમાં રજૂ કરાશે : પંકજા મુંડે  

રાજ્યમાંના બાળગૃહની તપાસ બાબતે સંપૂર્ણ અહેવાલ શિયાળુ સત્ર દરમિયાન સભાગૃહમાં મૂકવામાં આવશે એમ મહિલા તથા બાળવિકાસ પ્રધાન પંકજા મુંડેએ વિધાનસભામાં જણાવ્યું હતું.