આર્થિક મંદીથી કંટાળી ડિંડોલીના આધેડનો ઝેરી દવા પી આપઘાત - Sandesh
  • Home
  • Newspaper
  • આર્થિક મંદીથી કંટાળી ડિંડોલીના આધેડનો ઝેરી દવા પી આપઘાત

આર્થિક મંદીથી કંટાળી ડિંડોલીના આધેડનો ઝેરી દવા પી આપઘાત

 | 3:00 am IST

। સુરત ।
ડિંડોલીમાં આર્થિક સંકડામણને કારણે આધેડે વખ ઘોળ્યું હતું. સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બે વર્ષથી ફેબ્રિકેશનના ધંધામાં મંદી તેમજ હોમ લોનના હપ્તા ભરવાના ફાંફાં પડવાને કારણે માનસિક તાણ અનુભવતા આધેડે અંતિમ પગલંુ ભર્યુ હતું.
સ્મીમેર હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ડિંડોલીમાં પ્રયોશાપાર્કમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના બગસરા પાસે આવેલા જૂની હળિયાદ ગામના ભરત ધીરૂ ચૌહાણે (ઉં.વ. ૫૦) સોમવારે સવારે ઘરે ઝેરી દવા ગટગટાવી હતી. ઝેરી દવા પી લેતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબે ભરતને મૃત જાહેર કર્યો હતો. પરિજનાના જણાવ્યા અનુસાર પુત્ર રવિ અને પિતા ભરતભાઇ ઉધનામાં સોલાપુર કમ્પાઉન્ડમાં ફેબ્રિકેશનની દુકાન ચલાવતા હતા. છેલ્લાં બે વર્ષતી ધંધામાં મંદી હતી. મંદીને કારણે આર્થિક સંકડામણમાં હતા. તેમણે ઘર ખરીદવા માટે હોમ લોન લીધી હતી. પરંતુ, મંદીને કારણે હપ્તા ભરી શકાતા ન હતા. તેથી, થોડા સમય પહેલાં લોનથી લીધેલંુ ઘર વેચી દીધંુ હતું. ઘર વેચાઇ જવા ઉપરાંત મંદીને કારણે આર્થિક સંકડામણથી કંટાળી તેમણે અંતિમ પગલંુ ભર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;