આર્િકટેક્ટ કોલેજોનો મોક રાઉન્ડ જાહેર, સુરતની સ્કેટ ટોપ-થ્રીમાં - Sandesh
  • Home
  • Surat
  • આર્િકટેક્ટ કોલેજોનો મોક રાઉન્ડ જાહેર, સુરતની સ્કેટ ટોપ-થ્રીમાં

આર્િકટેક્ટ કોલેજોનો મોક રાઉન્ડ જાહેર, સુરતની સ્કેટ ટોપ-થ્રીમાં

 | 11:43 pm IST

સુરત, તા. ૨૧  

સુરત સહિત રાજ્યની ૩૨ આર્િકટેક્ કોલેજોમાં પ્રવેશ માટેની ભાગદોડ ચાલી રહી છે. હવે આર્િકટેક્ કોલેજોનો મોક રાઉન્ડ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થી-વાલીઓએ પસંદગીની કોલેજમાં પ્રવેશ મળશે કે કેમ એ ધારણા કરવા મંડી પડયા હતા.

  • મેરિટમાં રાજ્યના ૩૩મા ક્રમે રહેલા વિદ્યાર્થીએ સ્કેટમાં પ્રવેશ માંગ્યો

જેમાં ચાલુ વર્ષે પણ દક્ષિણ ગુજરાત અને ગુજરાતની કોલેજોમાં સુરતની સ્કેટ કોલેજ ટોચ પર રહેવાની પ્રબળ શક્યતા છે. કારણ કે, મોક રાઉન્ડના જાહેર થયેલા પરિણામમાં રાજ્યમાં મેરિટમાં ૩૩મા ક્રમે રહેલા વિદ્યાર્થીએ સુરતની સ્કેટ કોલેજમાં પ્રવેશ માંગ્યો છે. પસંદગીના ધોરણોમાં સેપ્ટ, એમ.એસ.યુનિર્વિસટી બાદ સ્કેટ ત્રીજા ક્રમે રહી હતી. ૩૨ કોલેજોના મોક રાઉન્ડ બાદ હવે શુક્રવારે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે અને પછી ચોઇઝ ફિલિંગની શરૃઆત થશે. નોંધનીય છે કે, દર વર્ષની માફક આર્િકટેક્ કોલેજોમાં ચાલુ વર્ષે પણ ધસારા વચ્ચે જાહેર થયેલા મોક રાઉન્ડને આધારે હજારો વિદ્યાર્થીઓ પ્રવેશની ધારણા કરી રહ્યા છે. મેરિટ પ્રમાણે રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીએ અમદાવાદની સેપ્ટ યુનિર્વિસટી પસંદ કરી હતી. ત્યાર બાદ ૯મા ક્રમે આવેલા વિદ્યાર્થીએ એમ.એસ. અને ૩૩મા ક્રમે આવેલા વિદ્યાર્થીએ સુરતની સ્કેટ કોલેજ પસંદ કરી છે. સુરતની સ્કેટ કોલેજ ત્રીજા ક્રમે રહેવાની સાથે જ પ્રથમ રાઉન્ડમાં ઊંચી ટકાવારી, મેરિટે પ્રવેશ અટકવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતની કોલેજોમાં ત્યારબાદ યુનિર્વિસટી ડિપાર્ટમેન્ટમાં ૮૭મા ક્રમે આવેલા વિદ્યાર્થીએ પસંદગી ઉતારી છે. ત્યાર બાદ ઉતરતા ક્રમે મહુવાની રમણ ભક્તા, પી.પી.સવાણીનો સમાવેશ થયો છે.

 

મોક રાઉન્ડના મેરિટ પર એક નજર (ફર્સ્ટ પોઝિશન)

કોલેજ   જનરલ SC     ST     SEBC EBC

સ્કેટ કોલેજ          ૧૦૦૩૩ ૧૦૨૯૮ ૧૧૦૮૮ ૧૦૧૯૪ ૧૦૧૮૧

યુનિર્વિસટી ડિપા.   ૧૦૦૮૭ —       ૧૧૩૧૬ ૧૦૩૬૭ ૧૦૨૭૧

રમણ ભક્તા, મહુવા            ૧૦૨૦૯ —       ૧૧૧૬૬ ૧૦૬૨૮ ૧૦૬૬૨

પી.પી.સવાણી       ૧૦૨૪૨ —        —      ૧૦૮૦૧ ૧૦૬૬૩

વિદ્યામંદિર           ૧૦૨૯૪ ૧૧૨૬૨  —      ૧૦૭૧૯ ૧૦૮૩૦

ભગવાન મહાવીર   ૧૦૩૦૮ —        —      ૧૦૭૧૧ ૧૦૭૧૦

 

SVNITમાં નોન-ટીચિંગ સ્ટાફનું કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન

દેશની ટોચની ટેક્નિકલ સંસ્થાઓમાં નામ ધરાવતી સુરતની એસવીએનઆઇટી પદવીદાન સમારોહની સાથે જ નોન-ટીચિંગ સ્ટાફકર્મીઓની હડતાળને મુદ્દે વિવાદમાં ઘેરાઇ છે. એસવીએનઆઇટીમાં ફરજ બજાવતા નોન-ટીચિંગ સ્ટાફકર્મીઓએ ગુરુવારે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. આ સ્થિતિમાં હોદ્દેદારોની અણઆવડતને કારણે એસવીએનઆઇટીની છબી વધુ ખરડાઇ છે. એસવીએનઆઇટીમાં છેલ્લા દોઢ વર્ષથી પદવીદાન સમારોહ ન યોજાતા ૧ હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ ન મળ્યાનો વિવાદ છેડાયો છે. જોકે, વિવાદોના દોર વચ્ચે ગુરુવારે નોન-ટીચિંગ સ્ટાફકર્મીઓ એક દિવસની સામૂહિક રજા પર ઊતરી ગયા હતા. સ્ટાફકર્મીઓએ કેમ્પસમાં કાળી પટ્ટી પહેરીને હાજરી આપી હતી અને વિરોધ પ્રદર્શન કર્યુ હતંુ. હડતાળ પર ઊતરેલા કર્મચારીઓના જણાવ્યા મુજબ, નોન-ટીચિંગ સ્ટાફકર્મીઓને છેલ્લા ઘણા વર્ષોથી ધારાધોરણો પ્રમાણેનું પગાર ધોરણ ચૂકવાતું નથી. આ સિવાય અનેક કર્મચારીઓને પ્રમોશન અપાયું નથી. અગાઉ હોદ્દેદારોએ લોભામણાં વાયદા કર્યા હતા, પરંતુ વચનો પાળ્યા નથી. નોન-ટીચિંગ સ્ટાફના ૬૦ જેટલા કાયમી કર્મચારીઓ ફરજ બજાવે છે. તેઓની રજૂઆત હોદ્દેદારોના કાને અથડાતી ન હોય હડતાળ કરી હતી.