આલિયા અને વરૂણ ચોથી ફિલ્મમાં સાથે દેખાઇ શકે ? - Sandesh
  • Home
  • Entertainment
  • આલિયા અને વરૂણ ચોથી ફિલ્મમાં સાથે દેખાઇ શકે ?

આલિયા અને વરૂણ ચોથી ફિલ્મમાં સાથે દેખાઇ શકે ?

 | 3:25 am IST

કરણ જોહરે બનાવેલી સ્ટુડન્ટ ઓફ ધ યરફિલ્મ બાદ સતત બે ફિલ્મોમાં સાથે કામ કરી આલિયા ભટ્ટ અને વરૂણ ધવનની કેમિસ્ટ્રી ખૂબ જામી રહી છે. પ્રથમ ફિલ્મ બાદ આવેલી હમ્પટી શર્મા કી દુલ્હનિયાએ પણ બોક્સ ઓફિસ પર સારી સફળતા મેળવી સાબિત કરી દીધુ હતું કે, આ બંનેની જોડી હિટ જઈ રહી છે. બાદમાં બંને બદરીનાથ કી દુલ્હનિયાફિલ્મમાં પણ સાથે દેખાયા અને ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ કોઇ હમ્પટી શર્મા કી દુલ્હનિયાની સિક્વલ નથી. હવે એક નવી ચર્ચા સામે આવી રહી છે કે, વરૂણ અને આલિયા ભટ્ટ કરણ જોહરની આગામી ફિલ્મમાં એક સાથે દેખાય તેવી શક્યતા છે. ડાયરેક્ટર તરીકે અભિષેક વર્માએ ટુ સ્ટેટ્સસાથે એન્ટ્રી કરી હતી અને હવે તે તેની બીજી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે, સાથે જ સમાચાર એવા મળી રહ્યા છે કે, તે વરૂણ અને આલિયાને લઈ ફિલ્મ બનાવવાની વિચારણા કરી રહ્યો છે.