આવતીકાલે દેશના સૌથી વિરાટ બડાગણેશ મંદિરનું લોકાર્પણ - Sandesh
  • Home
  • Baroda
  • આવતીકાલે દેશના સૌથી વિરાટ બડાગણેશ મંદિરનું લોકાર્પણ

આવતીકાલે દેશના સૌથી વિરાટ બડાગણેશ મંદિરનું લોકાર્પણ

 | 3:46 am IST

 

કલાલી-વડસર રોડ સ્થિત જાગનાથ મહાદેવના પ્રાંગણમાં ઝ્રસ્ની હાજરીમાં ગણેશયાગનો પ્રારંભ કરાશે

ગણપતિજીની ૨૮ ટન વજનની પ્રતિમા દૂગ્ધધવલ આરસના એક જ પથ્થરમાંથી તૈયાર કરાઈ

વડોદરા ઃ મર્હિષ વિશ્વામિત્રની પૌરાણિક પવિત્ર તપોભૂમિની રક્ષા કરતા નવનાથ પૈકીના જાગનાથ મહાદેવના પ્રાંગણમાં દુધમલ આરસના એકજ પથ્થરમાંથી તૈયાર કરાયેલી ૨૮ ટન વજનની દેશની સૌથી વિરાટ બડાગણેશજીની ર્મૂિત સાથે કલાત્મક મંદિરનું તા.૧૩મીના ગણેશ ચતુર્થીના પર્વે લોકાર્પણ કરાશે.

સ્થાપત્યોની નગરી ગણાતા વડોદરામાંં રચનાત્મક કાર્યોની સુવાસ ફેલાવતા સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ દ્વારા સૂરસાગરની મધ્યે શ્રી સર્વેશ્વર મહાદેવની ૧૧૧ ફુટની પ્રતિમાને સુવર્ણ ઓપ આપવામાં આવશે. એ પૂર્વે તા.૧૩મીના રોજ ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વે બડાગણેશજીની ર્મૂિત સાથે કલાત્મક મંદિરનું લોકાર્પણ કરાશે. એમ ધારાસભ્ય યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, પિયુષ શાહ, મુકેશ દિક્ષિત, પરાક્રમસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ જણાવ્યું હતું. આગામી તા.૧૩મી સપ્ટેમ્બરે સવારે ૧૦ કલાકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણી શાસ્ત્રોક્ત વિધી સાથે ત્રિ-દિવસીય ગણેશયાગનો પ્રારંભ કરાવશે. જેમાં અતિથી વિશેષ તરીકે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહેશે. જ્યારે સાંજે પાંચ કલાકે શુભ મુહૂર્તમાં મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ તેમજ મહારાણી રાધિકારાજેના હસ્તે બડાગણેશજી મંદિરના કપાટને ખુલ્લા મુકાશે. યોગેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે જ્યાં હઠયોગીઓ અઘોરીઓનો વાસ હતો. તે જાગનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ગણેશજીના મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ અલગારી-અલૌકિક સંત સાવલીવાલા સ્વામીજીએ લેવડાવ્યો હતો.

જાગનાથ મહાદેવ મંદિરના જિર્ણોદ્ધાર સાથે શ્રીજીની મૂર્તિની સ્થાપનાની શરૃઆત કરાઈ હતી

જાગનાથ મહાદેવના જિર્ણોધ્ધાર સાથે ગણેશજીની ર્મૂિતની સ્થાપના કરવાની શરુઆત દાયકાઓ પૂર્વે પ્રારંભવામાં આવી હતી. સરકારો બદલાઇ ગઇ પણ સૃષ્ટિના સર્જનહાર માટે મંદિરના નિર્માણમાં વિઘ્નોની હારમાળા જારી રહી હતી. આખરે, જાગનાથ મહાદેવ મંદિરનો જિર્ણોધ્ધાર પૂર્ણ કરાયા બાદ માત્ર એક જ વર્ષમાં બડાગણેશજીનું મંદિરનું નિર્માણ થતા ગણેશ ચતુર્થીએ લોકાર્પણ કરાશે.

વર્ષોની જહેમત બાદ આરસનો ૨૮ ટનનો દૂધમલ પથ્થર મેળવી શકાયો હતો

રાજસ્થાનની ખાણમાંથી મસમોટો આરસનો દૂધમલ એક પથ્થર શોધવાના કપરાકામને વર્ષોની જહેમત બાદ સફળતા સાંપડી હતી. જેમાંથી દેશની સૌથી વિરાટ બડાગણેશજીની નયનરમ્ય ર્મૂિત કંડારવામાં આવી છે.   પિયુષ શાહ

 

;