આવાસો નહીં મળતાં કોર્પાે.માં દેખાવ કરનાર ૧૫ની અટકાયત - Sandesh
  • Home
  • Baroda
  • આવાસો નહીં મળતાં કોર્પાે.માં દેખાવ કરનાર ૧૫ની અટકાયત

આવાસો નહીં મળતાં કોર્પાે.માં દેખાવ કરનાર ૧૫ની અટકાયત

 | 3:49 am IST

 

ા વડોદરા ા

તાંદલજાના સહકારનગર લાભાર્થીઓને આવાસો નહીં મળતા તેમણે આજે સોમવારે મ્યુનિ. કોર્પાેરેશનની મુખ્ય કચેરી એવી ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ ખાતે દેખાવો કર્યાે હતો. ફ્લોર પર બેસીને વિરોધ પ્રદર્શન કરતા પોલીસે ૧૫ થી ૨૦ દેખાવકારોની અટકાયત કરી હતી. શહેરના તાંદલજા વિસ્તારના સહકાર નગર કોર્પાેરેશને તોડી પાડયુ હતુ અને ત્યાં રહેતા રહીશોને ત્યાં જ આવાસો આપવાનુ જણાવાયુ હતું. તેમજ ૧૮ મહિનામાં આવાસો આપી દેવાની વાત હતી, પરંતુ આજે તે વાતને બે વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ એક યા બીજા કારણોથી આવાસોનુ કામ અટવાયા કરે છે. ત્યારે આવાસો નહીં મળતા રોષે ભરાયેલા લાભાર્થીઓએ આજે કોર્પાેેરેેશન ખાતે મોરચો કાઢયો હતો અને ફ્લોર પર બેસીને દેખાવ કર્યાે હતો. જો કે તેના પગલે પોલીસ દોડી આવી હતી અને દેખાવકારોની મોડી સાંજે ૧૫ થી ૨૦ દેખાવકારોની અટકાયત કરી હતી અને બાદમાં અટકાયતમાંથી મુક્ત કરાયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;