આવા ડાઈનિંગ રૃમમાં જમશો તો નિરોગી રહેશો - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • આવા ડાઈનિંગ રૃમમાં જમશો તો નિરોગી રહેશો

આવા ડાઈનિંગ રૃમમાં જમશો તો નિરોગી રહેશો

 | 2:00 am IST
  • Share

પહેલાંના સમયમાં ડાઈનિંગ રૃમ (જમવાનો રૃમ) હંમેશાં અલગ રાખવામાં આવતો હતો. સંયુક્ત કુટુંબમાં બધા એક જ સમયે સાથે બેસીને જમતા હતા. તેથી એકબીજાના વિચારોનું આદાનપ્રદાન થતું અને સલાહસૂચનો મેળવાતાં. એ જમાનામાં જમવાના ઓરડામાં બેસીને મહત્ત્વના નિર્ણયો લેવામાં આવતા હોવાથી તેને મહત્ત્વનું સ્થાન ગણવામાં આવતું હતું, પરંતુ આજે જગ્યાના અભાવે અને સંયુક્ત કુટુંબની ભાવના ઘટવાથી લોકો સાથે બેસીને જમવાનું ભૂલી ગયા છે. અત્યારે જમવાનો ઓરડો ન રાખતા ડ્રોઇંગ રૃમ કે રસોડાને અડીને ખુલ્લી જગ્યા રાખવામાં આવે છે. જમાના પ્રમાણે સગવડને ધ્યાનમાં રાખીએ તો તેમાં કોઈ ખામી નથી, પરંતુ તે જગ્યાની ગોઠવણીમાં વાસ્તુનો આધાર હોય તો આરોગ્યપ્રદ ફળ મેળવી શકાય છે.

ડાઈનિંગ ટેબલ લંબચોરસ કે ચોરસ રાખવું જોઈએ. તે ગોળાકાર રાખવાથી કોઈ મંત્રણા સફળ થતી નથી.

ડાઈનિંગ ટેબલ અર્ધગોળાકાર કે લંબગોળ રાખવું નહીં. આવા ટેબલ પર બેસી જમનારને અપચો થવાની સંભાવના રહે છે.

પંચકોણ કે અષ્ટકોણ આકારનું ડાઈનિંગ ટેબલ અતિ ઉત્તમ ગણાય છે.

ડાઈનિંગ રૃમ, ડાઈનિંગ ટેબલ કે જમવાની વ્યવસ્થા પૂર્વ કે પિૃમ દિશામાં અતિ ઉત્તમ ગણાય છે.

પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને જમવાથી પાચનશક્તિ વધે છે અને શરીર નિરોગી રહે છે.  

દક્ષિણ દિશામાં મુખ રાખીને જમનારને કબજિયાત, ગેસ કે એસિડિટી થવાની સંભાવના રહે છે.

ડાઈનિંગ રૃમનો રંગ સફેદ કે લીલો રાખવો.

રસોડું નીચું અને ડાઈનિંગ રૃમ ઊંચો હોય તેવું ક્યારેય રાખવું નહીં.

ડાઈનિંગ રૃમની દીવાલ પર ફળનાં ચિત્રો રાખવાં. ડાઈનિંગ ટેબલની સામે અરીસો રાખવો નહીં.

કઈ તિથિએ શું ન ખાવું જોઈએ?

એકમના દિવસે સૂરણ ખાવું નહીં. તેનાથી ધનનો નાશ થાય છે.

બીજના દિવસે રીંગણાં ખાવાં નહીં.

ત્રીજના દિવસે પરવળ ખાવાથી શત્રુઓમાં વધારો થાય છે.

ચોથાના દિવસે મૂળા ખાવાથી ધનનો નાશ ઔથાય છે.

પાંચમના દિવસે બીલીનું ફળ ખાવાથી કલંક લાગે છે.

છઠ્ઠના દિવસે લીમડાનું દાતણ કરવાથી નુકસાન થાય છે.  

સાતમના દિવસે તાડીનું ફળ ખાવાથી શરીરનો નાશ (બીમારી) થાય છે.

આઠમના દિવસે નાળિયેર ખાવાથી બુદ્ધિનો નાશ થાય છે.  

નોમના દિવસે દૂધી ખાવી નહીં.

દશમના દિવસે લીલી શાકભાજી ખાવી નહીં.  

અગિયારસના દિવસે ચોળી જેવાં ફળીદાર શાક ખાવાથી પુત્રને નુકસાન થાય છે.

બારસના દિવસે પોઈનાં પાન ખાવાથી સંતાનની પ્રગતિમાં અવરોધો આવે છે.

તેરસના દિવસે રીંગણ અને ભુટ્ટા ખાવાથી સંતાનો બીમાર થાય છે.

અમાસ, ર્પૂિણમા, ચોથ, આઠમ, રવિવારના દિવસે તલનું તેલ ખાવું નહીં.

રવિવારે આદું અને લાલ રંગનું શાક ખાવું નહીં.  

પીવાનું પાણી, ખીર, ચૂરણ, ઘી, મીઠું, ગોળ, દૂધ, મઠો તથા મધ એક હાથથી બીજા હાથમાં લેવાથી તે અભક્ષ્ય અને અપાચ્ય બની જાય છે. તેના કારણે રોગની ઉત્પત્તિ થાય છે.

રાત્રે દહીં અને સત્તૂ (જવ અને ચણાના લોટની બનેલી વાનગી) ખાવાથી લક્ષ્મીનો નાશ ઔથાય છે.  

ખાસ ટિપ્સ

 તમારા ફલેટ, ટેનામેન્ટ, સ્વતંત્ર બંગલો કે રો-હાઉસના મુખ્ય દરવાજાની સામેની દીવાલ ઉપર ૧૨/૧૫ની સાઈઝનો હનુમાનજીનો ફોટો લટકાવીને તે ફોટાને ૧૦૮ લવિંગની માળા પહેરાવવી. આ પ્રયોગની શુભ અસરથી બહુ ટૂંકા ગાળામાં તમારે ત્યાં નાણાકીય વ્યવહારમાં સરળતા થશે.

 તમારા ઘરના મંદિરમાં કુળદેવી, જગદંબા, લક્ષ્મી કે કોઈપણ દેવીનો ફોટો તથા શ્રીયંત્ર હોય તો તેને લવિંગ અને એલચીની રાખ કરી, હળદરિયા કંકુમાં મિક્સ કરી, તેમાં પાણી અને હિના અત્તર મિક્સ કરી, તેનો શ્રીયંત્ર ઉપર તથા કપાળે ચાંલ્લો કરવો અને પછી તેની સામે અરીસો રાખવો. આથી ટૂંકા ગાળામાં ધનવાન થવાના સંજોગો ઊભા થશે.

 જો તમારે સુખી અને સાધનસંપન્ન થવું હોય તો તમારાં સાવરણી, સાવરણો, પોતાં મારવાનાં કપડાં, ગંજીપત્તાં વગેરે સીડી નીચે રાખવાં.

 તમારા ઘરની અને ધંધાની આર્િથક પ્રગતિ થાય, તમારે ત્યાં આવતા શુભ અને માંગલિક પ્રસંગોમાં વિઘ્નો ન આવે, તમારે ત્યાં કૂદકે ને ભૂસકે લક્ષ્મીની વૃદ્ધિ થાય તે માટે તમારા ઘરની તિજોરીમાં ગોમતી ચક્ર-૩ નંગ, પીળા સરસવ, પંદરિયો યંત્ર, હાથાજોડી, બિલાડીની ઓળ, ચાંદીનો સિક્કો ૫ ગ્રામનો, સાતમુખી રુદ્રાક્ષ, કાળી ચણોઠી, હળદરનો ટુકડો, હિના અત્તર બધાને પૂનમના દિવસે એક ચાંદીની ડબ્બીમાં રાખવાથી બેડો પાર થાય છે. દર વર્ષે તેમને બદલી નાખવાં.

 આઠમના દિવસે બેડની ચાદરો ધોવાથી અને નવી પાથરવાથી ઘરમાં લક્ષ્મીનો સ્થિર વાસ થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો