આસમાન સે ગિરા, BMW પે અટકા!  - Sandesh
1.6M
1M
1.7M
APPS

આસમાન સે ગિરા, BMW પે અટકા! 

 | 3:00 am IST
  • Share

માણસ જિંદગીથી થાકી જાય ત્યારે આત્મહત્યાનું પગલું ભરે છે. અમેરિકાના ન્યૂજર્સીમાં આવી જ એક જિંદગીથી કંટાળેલી વ્યક્તિએ આત્મહત્યા માટે નવમા માળેથી છલાંગ લગાવી, પરંતુ કુદરતને તે મંજૂર નહોતું અને કહેવત છે કે, ‘આસમાન સે ગિરા ખજૂર પે અટકા’ની જેમ તે ‘આસમાન સે ગિરા અને બીએમડબ્લ્યૂ પે અટકા’ એટલે કે તે નીચે પાર્ક થયેલી બીએમડબ્લ્યૂ કાર પર પડયો. આ યુવાને કોઈ અંગત કારણસર આત્મહત્યા કરવા બિલ્ડિંગના નવમા માળેથી છલાંગ લગાવી અને તેનું લેન્ડિંગ નીચે પાર્ક કરેલી બીએમડબલ્યૂ પર થયું. આટલી ઊંચાઈએથી પડવાને કારણે તેને ગંભીર ઈજાઓ થઈ, જોકે, કારનો કચ્ચરઘાણ વળી ગયો. કારની છત સંપૂર્ણપણે પીચકાઈ ગઈ અને તે વ્યક્તિ બહુ ખરાબ રીતે ફસાઈ ગઈ. જોકે, તે હોશમાં હતો અને તેણે આજુબાજુમાં ઊભેલા લોકો સાથે વાતચીત શરૂ કરી. આ વ્યક્તિ કારમાં ખૂબ ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને તેને ખૂબ જ દર્દ થઈ રહ્યું હતું, પરંતુ કોઈનાથી કેમે કરીને તે બહાર નીકળી રહ્યો નહોતો. એમ્બ્યુલન્સ અને પોલીસે આવીને તેને કારમાંથી બહાર કાઢયો અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો. જોકે, બધાને એટલો સંતોષ છે કે કાર ભલે મરી ગઈ, પણ આ વ્યક્તિનો જીવ તો બચી ગયો!

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો