આસામની 7 વર્ષની ફ્લોરિના ગોગોઈ બની સુપર ડાન્સર-4નીવિજેતા! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • આસામની 7 વર્ષની ફ્લોરિના ગોગોઈ બની સુપર ડાન્સર-4નીવિજેતા!

આસામની 7 વર્ષની ફ્લોરિના ગોગોઈ બની સુપર ડાન્સર-4નીવિજેતા!

 | 3:00 am IST
  • Share

ટીવીના લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સરની ચોથી સિઝન હાલમાં જ સમાપ્ત થઈ. જેમાં શોની વિજેતા તરીકે આસામની ફ્લોરિના ગોગોઈને જાહેર કરાઈ હતી. નાનકડી ફ્લોરિના શરૂઆતથી જ દર્શકો અને શોના જજોનું દિલ જીતવામાં સફળ રહી હતી. શોમાં તેની સાથે પૃથ્વીરાજ, ઈશા સિંહ, નીરજા અને સંચિત ચનાણા પણ ટોપ ફાઈવમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યાં હતાં. ફ્લોરિનાને શો જીતવાની સાથે જ રૂ.15 લાખનું રોકડ ઈનામ અને ટ્રોફી આપવામાં આવી હતી. આ સિવાય તેના ડાન્સ ગુરુ રહેલા તુષાર શેટ્ટીને રૂ.5 લાખનું ઈનામ મળ્યું હતું. જ્યારે શોના રનર અપ રહેલા બાકીના ચારેય સ્પર્ધકોને ઈનામ રૂપે એક એક લાખ રૂપિયા મળ્યા હતા. ટીવીના પડદે આવતા ડાન્સ શોઝમાં બાળકો જે રીતની મહેનત કરીને પોતાનું કૌવત બતાવતાં હોય છે તે જોઈને દર્શકો આભા બની જતા હોય છે. શોમાં દરેક સ્પર્ધકોની સાથે તેમના કોરિયોગ્રાફર ગુરુઓ પણ મોટો રોલ ભજવતા હોય છે અને તેમની પણ આ કસોટી હોય છે. સમગ્ર સિઝન દરમિયાન તેમની મહેનત પણ દેખાઈ આવતી હતી. ફ્લોરિનાએ કહ્યું હતું કે, શોના વિજેતા બન્યા પછીની મારી ખુશીને હું શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો